Weather forecast : ગરમી માટે તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની તપાવનારી આગાહી
Weather forecast : ઉત્તર ભારતમાં ઠંડીની અસર ઘટી રહી છે. સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે તો દિવસે ગરમી જોવા મળી રહી છે. તાપમાન ગરમીના જુના રેકોર્ડ તોડી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં વાતાવરણ ગરમ અને શુકુ રહ્યું છે. હવામાન વિભાગે 31 જાન્યુઆરી 2025ના રોજ આગાહી કરી છે કે ફેબ્રુઆરીમાં ભારતમાં ઘણી જગ્યાઓ પર સામાન્યથી ઓછો વરસાદ થશે અને ગરમી વધી શકે છે.

IMD ના જણાવ્યા અનુસાર, જાન્યુઆરીમાં ગરમીનો અનુભવ થયો છે અને ફેબ્રુઆરીમાં તાપમાનના વધારાની સંભાવના છે. IMD ના મહાનિરીક્ષક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યુ કે, પશ્ચિમ-મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં બાકીના પ્રદેશોમાં સામાન્યથી ઓછો વરસાદ થાય તે શક્ય છે.
જાન્યુઆરી મહિનામાં ઓછો વરસાદ
જાન્યુઆરી મહિનામાં ભારતમાં સામાન્ય રીતે 4.5 મીમી વરસાદ નોંધાયો, જે ઓછો રહ્યો. IMDએ જણાવ્યું કે, 2024માં ઑક્ટોબર મહિનો 1901 પછીનો સૌથી ગરમ મહિનો રહ્યો, જ્યાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 1.2 ડિગ્રી વધારે નોંધાયું.
IMD એ આગાહી કરી છે કે જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે, જે એવરેજ 184.3 મીમીના 86% કરતાં પણ ઓછો હોઈ શકે છે.
ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં રવિ પાકો ઘઉં, મટર, ચણા અને જઉની ખેતી થાય છે ત્યાં ગરમી અને વરસાદ મોટો ભાગ ભજવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શિયાળુ વરસાદ આ પાકોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ફેબ્રુઆરીથી ગરમીમાં વધારો
IMD એ આગાહી કરી છે કે, ફેબ્રુઆરીથી જ ગરમીના સ્તરે વધારો જોવા મળશે અને ગુલાબી ઠંડી ઓછી અનુભવાશે. ગરમી ઘણા રેકોર્ડ તોડી શકે છે. તાપમાનમાં વધારો શિયાળુ પાકને પણ નુકસાન કરી શકે છે.












Click it and Unblock the Notifications
