For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMDનું અલર્ટઃ આ રાજ્યોમાં આવી શકે આંધી તોફાન સાથે તેજ વરસાદ

IMDનું અલર્ટઃ આ રાજ્યોમાં આવી શકે આંધી તોફાન સાથે તેજ વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આખો દેશ હાલ કોરોના સંકટ સામે લડી રહ્યો છે, ત્યારે દેશના કેટલાય રાજ્યોમાં માવઠું પડી રહ્યું છે, જેનાથી ખેડૂતો ભારે પરેશાન થયા છે, ચક્રવાતી હવાઓનું 7ેત્ર સક્રિય થવાથી દેશના કેટલાય ભાગોમાં આજે બપોર બાદ વરસાદનો મિજાજ બગડેલો દેખાયો છે. બિહારના કેટલાય જિલ્લામાં તેજ આંધી તોફાન સાથે વરસાદ પડી રહ્યો છે. પટનામાં બાદ અચાનક તેજ આંધી સાથે મોસમમાં બદલાવ આવી ગયો જ્યારે કેટલાય જિલ્લામાં ગાઢ વાદળો છવાયાં છે તો ક્યાંય તેજ વરસાદ થઈ રહ્યો છે.

ઉત્તરાખંડમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તરાખંડમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો

જ્યારે ઉત્તરાખંડમાં મે મહિનાના વરસાદના પાછલા બે વર્ષનો રેકોર્ડ આ વર્ષે છ દીવસમાં જ ટૂટી ગયો છે. હવામાન વિભાગ મુજબ અત્યાર સુધી 6 દિવસમાં 34.4 મિમી વરસાદ નોંધાયો છે, આ સામાન્યથી 237 ટકા વધુ છે જ્યારે 2019માં આખા મે મહિનામાં 12.5 મિમી વરસાદ થયો હતો.

ગાજવીજ સાથે વરસાદ પડવાનું અનુમાન

સ્કાઈમેટ વેધરે આગલા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલયી પશ્ચિમી બંગાળ, સિક્કિમ, તટીય ઓરિસ્સા, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન જતાવ્યું છે, સ્કાઈમેટનું કહેવું છે કે આગલા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, ઉપ હિમાલયી પશ્ચિમી બંગાળ, સિક્કિમ, તટીય ઓરિસ્સા, પંજાબ, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનના કેટલાક બાગોમાં વરસાદ પડવાનું અનુમાન છે.

ગુજરાતીઓએ આંધીનો સામનો કરવો પડી શકે

જ્યારે ભારતીય હવામાન વિભાગે આગલા 24 કલાક દરમિયાન દિલ્હી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી ઓરિસ્સા, અંદામાન અને નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, તટીય આંધ્ર પ્રદેશ, આંતરિક તમિલનાડુમાં ભારે વરસાદ થવાની આશંકા વ્યક્ત કરી છે, આઈએમડીએ કહ્યું કે આગલા 24 કલાકમાં રાજસ્થાનના ભાગોમાં ધૂળભરેલી આંધી સાથે વરસાદ આવવાની આશંકા છે જ્યારે ગુજરાતના લોકોએ પણ આંધીનો સામનો કરવો પડી શકે છે, આ દરમિયાન લોકોને સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.

હજી ખતરો ટળ્યો નથી

જ્યારે ચક્રવાતી તોફાનને લઈ વૈજ્ઞાનિકોનો અસમંજસ યથાવત છે, સ્કાઈમેટનું કહેવું છે કે દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને તેની નજીક અંદામાન સાગર પર બનેલ સિસ્ટમ હાલ પ્રબાવી નથી અને આ કારણે જ આ તોફાનનું રૂપ દારણ ના કરી શક્યું, મોડન જૂલિયન ઓષિલેશનના વિસ્તારમાં કમી હોવાના કારણે બંગાળની ખાડી પર બનેલ સિસ્ટમ હાલ કમજોર પડી ગઈ ચે પરંતુ હજી ખતરો ટળ્યો નથી, જણાવી દઈએ કે માડન જૂલિયન ઓષિલેશન એક મહત્વપૂર્ણ મોસમી પહેલૂ છે જે મોસમી સ્થિતિઓને ચક્રવાતના પક્ષમાં બનાવવાનું કામ કરે છે. હાલ અત્યાર સુધીની સ્થિતિને જોતા ચક્રવાતી તોફાન ક્યાં સુધીમાં બનશે અને કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે.

વિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ જાણો એ ગેસ વિશે જે હવામાં ભળતા જ બની જાય છે ઝેરવિશાખાપટ્ટનમ ગેસ લીકેજઃ જાણો એ ગેસ વિશે જે હવામાં ભળતા જ બની જાય છે ઝેર

English summary
Weather Forecast: Heavy rain expected in these states of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X