For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરમીનો પ્રકોપ શરૂ, ચુરુમાં 50 ડિગ્રી, દિલ્હીમાં 18 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો

ગરમીનો પ્રકોપ શરૂ, ચુરુમાં 50 ડિગ્રી, દિલ્હીમાં 18 વર્ષનો રેકોર્ડ ટૂટ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના સંકટ સામે લડી રહેલ ભારતના ગરમી પણ પરેશાન કરી રહી છે, ધગધગતા તડકાથી ઉત્તરથી લઈ દક્ષિણ સુધી આખું ભારત પરેશાન છે, મંગળવારે રાજસ્થાનનુ ચુરુ દુનિયાનું સૌથી ગરમ સ્થળ રહ્યું, જ્યાં ગરમીનો 50 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. દલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભયંકર લૂ ચાલી રહી છે. મંગળવારે લૂનો પ્રકોપ ચરમ સીમા પર હતો. હવામાન વિભાગ મુજબ તેનું કારણ રાજસ્થાનથી આવી રહેલ ગરમ હવા છે. હવામાન વિભાગે કહ્યું કે આગલા બે દિવસ સુધી ગરમીથી રાહત નહિ મળે.

ચુરુમાં 50 ડિગ્રીને પાર પારો પહોંચ્યો

ચુરુમાં 50 ડિગ્રીને પાર પારો પહોંચ્યો

જ્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રવીન્દ્ર સિહાગે જણાવ્યું કે પાકિસ્તાનના જૈકબાબાદનું તાપમાન પણ 50 ડિગ્રી રેકોર્ડ નોંધાયું છે, હરિયાણાના હિસારનો પારો પણ 40 ડિગ્રી રહ્ોય જ્યારે ઉત્તર પ્રદેશના બાંદાથી પણ એટલું જ તાપમાન નોંધાયું છે, રાજધાની દિલ્હીમાં ગરમીએ પાછલા 18 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. અહીં મંગળવારે 47.6 ડિ્ગરી પારો નોંધઆયો છે, જણાવી દઈએ કે આઈએમડીએ પહેલા જ દિલ્હી સહિત દેશના કેટલાય મોટા શહેરો અને રાજસથ્ાનમાં રેડ અલર્ટ જાહેર કર્યું હતું.

ગરમી હજી પરેશાન કરશે

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે મે મહનાના અંતિમ દેવસ અને જૂનના શરૂઆતી અઠવાડિયામાં ગરમી બહુ તંગ કરશે, દેશના કેટલાક રાજ્યોમાં પારો 48 ડિગ્રીને પાર પણ જઈ શકે છે, માટે આ દિવસોમાં લોકોએ ભારે સચેત રહેવાની જરૂરત છે જ્યારે મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં આ 47 ડગ્રીને પાર હશે, જ્યારે રાજસ્થાનમાં પારો 48 ડગ્રીને પાર પહોંચી શકે છે જ્યારે ગુજરાત, યુપી, બિહારમાં ધૂળની આંધી ઉઠી શકે છે.

લૂનો પ્રકોપ ચાલુ રહેશે

સ્કાઈમેટ વેધર મુજબ આગલા 24 કલાક દરમિયાન વારાણસી, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળ, તટીય આંધ્ર પ્રદેશ અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે પંજાબ, હરિયાણા, દિ્લહી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના મોટાભાગના હિસ્સામાં લૂનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે.

ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે

ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે

પંજાબ, હરિયાણામાં ધૂળની આંધી ચાલી શકે છે, જ્યારે આગલા 24 કલાક દરમિયાન કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેજ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અહીં તટીય ક્ષેત્રોમાં પણ વરસાદ થઈ શકે છે, જ્યારે બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદની સાથોસાથ કરા પડવાની સંભાવના છે. જ્યારે પ્રયાગરાજ, વારાણસી, જૌનપુર, આજમગઢ, મિર્જાપુર, ગયા, નવાદા, જમુઈ, બાંકા, કોલકાતા અને આસનસોલ સહિત કેટલાય શહેરોમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી શકે છે.

પેટ્રોલ-ડીઝલની માંગ વધી, જાણો તમારા શહેરમાં શું રેટ ચાલે છેપેટ્રોલ-ડીઝલની માંગ વધી, જાણો તમારા શહેરમાં શું રેટ ચાલે છે

English summary
weather forecast: Maximum temperature of 50°C was recorded in Churu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X