એપ્રિલમાં પડશે ભીષણ ગરમી, દિલ્લી સહિત 7 રાજ્યોમાં ધૂળ ભરેલી આંધીની સંભાવના, એલર્ટ જાહેર

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ 3 એપ્રિલથી દેશના ઘણા રાજ્યોમાં લૂ લાગવાની સંભાવના છે.

નવી દિલ્લીઃ દેશના ઘણા ભાગોમાં અત્યારથી જ ભીષણ ગરમી પડી રહી છે. સૌથી વધુ અસર ગ્રસ્ત ઓરિસ્સા છે. અહીં સૂર્યદેવતા એકદમથી મહેરબાન થઈ ગયા ત્યારબાદ અહીંનો પારો 44 ડિગ્રી પાસે પહોંચી ગયો છે. વળી, ઓરિસ્સા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં આગામી બે દિવસ માટે હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓરિસ્સાના તાપમાન સામાન્યથી 3થી 4ડિગ્રીનો વધારો થઈ શકે છે. વળી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ 3 એપ્રિલથી દેશના ઘણા રાજ્યોમાં લૂ લાગવાની સંભાવના છે.

7 રાજ્યોમાં ધૂળ ભરેલી આંધીની સંભાવના

7 રાજ્યોમાં ધૂળ ભરેલી આંધીની સંભાવના

આઈએમડીના જણાવ્યા મુજબ એપ્રિલ-મે અને જૂનમાં હવે ભીષણ ગરમી પડવાની છે. અનુમાન મુજબ રાજસ્થાન, ગુજરાત અને આની પાસેના રાજ્યોમાં એપ્રિલમાં જ પારો 40ને પાર જઈ શકે છે. વળી, સાઉથ ઈન્ડિયામાં જોરદાર ગરમી પડવાના અણસાર છે. વિભાગે જણાવ્યુ છે કે આ વખતે રાજ્યોમાં હવાના દબાણમાં ઘણુ ભિન્નતા રહીછે જેના કારણે ગરમી ખૂબ જ પડી રહી છે અને આમ પણ લા નીનોની સ્થિતિના કારણે આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધુ ગરમી પડશે.

આરોગ્ય માટે સાવચેત રહેવાની જરૂર

આરોગ્ય માટે સાવચેત રહેવાની જરૂર

વળી, આગામી 24 કલાક દરમિયાન રાજસ્થાન, હરિયાણા, દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને બંગાળમાં ધૂળ ભરેલી આંધી આવવાની સંભાવના છે. આ દરમિયાન હવાની ગતિ 35-40 કિમી પ્રતિ કલાક રહી શકે છે. આ પવનો ગરમ રહેશે માટે બધાએ તબિયત માટે સાવચેત રહેવાની જરૂર છે.

રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે

રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે

એટલુ જ નહિ આગલા ચાર દિવસમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્ટાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બગડવાના અણસાર છે. જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ હાલમાં દેશમાં એક ચક્રવાતી સંચાલન સક્રિય છે જેના કારણે દિલ્લી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. અહીં વરસાદ થવાના અણસાર છે. રાજસ્થાન અને ગુજરાતમાં હીટવેવ પણ ચાલી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X