Weather Update: ગાઢ ધૂમ્મસનુ એલર્ટ, કાતિલ કોલ્ડવેવનો કહેર યથાવત, જાણો આગાહી

Weather Update: જાન્યુઆરી મહિનામાં દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સતત શિમલા જેવો અનુભવ થયો છે. કડકડતી ઠંડીએ કહેર વરસાવ્યો છે. શીતલહેરની તીવ્રતા એટલી છે કે લોકો ઘરની બહાર નીકળતા પણ ખચકાય છે. સતત વધી રહેલી ઠંડીના કારણે લોકો શેલ્ટર હોમ અને બોનફાયરનો આશરો લઈ રહ્યા છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ માટે દિલ્હી-એનસીઆ માટે યલો ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ દિલ્હીમાં ગાઢથી લઈને અતિ ગાઢ ધુમ્મસ છવાયું હતું.

fog

હવામાન વિભાગે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.0 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 18.0 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. ગુરુવારે સવારે પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું પરંતુ દિવસ જેમ ચડતો ગયો તેમ સૂરજના તડકાના કારણે થોડી રાહત મળી. જો કે, સાંજ પડતાં જ આ રાહત બર્ફીલી શીત લહેરમાં ફેરવાઈ ગઈ.

દિલ્હીના લોકોએ હજુ બે દિવસ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે હવામાન વિભાગે બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવારે સવારે ગાઢ ધુમ્મસની ચેતવણી આપી છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી રહેશે. કારણ કે દૃશ્યતા શૂન્ય હોઈ શકે છે.

ઉત્તર રાજસ્થાન, પંજાબ અને હરિયાણા-ચંદીગઢમાં તીવ્ર શીત લહેર ચાલુ રહેવાની શક્યતા છે. વળી, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશમાં તીવ્ર કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, જો આપણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને આસામના કેટલાક ભાગો વિશે વાત કરીએ, તો અહીં ગાઢ ધુમ્મસ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X