• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weather Update: યુપી-બિહાર સહિત ઉત્તર ભારતમાં 43 ડિગ્રી પહોંચ્યો પારો, જાણો આવનારા દિવસોમાં કેવુ રહેશે હવામાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરના ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ યથાવત છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જો કે, દેશભરના મોટાભાગના રાજ્યોમાં હાલમાં તાપમાન સરેરાશ 41થી 42 ડિગ્રી છે પરંતુ ઘણી જગ્યાએ તે 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં 43 ડિગ્રી, ઝારખંડના ડાલ્ટનગંજમાં પણ 43 ડિગ્રી, પશ્ચિમ બંગાળના બાંકુડામાં પણ પારો 43 ડિગ્રી પહોંચી ગયો હતો.

19 એપ્રિલ બાદ ઘણી જગ્યાએ થઈ શકે છે વરસાદ

19 એપ્રિલ બાદ ઘણી જગ્યાએ થઈ શકે છે વરસાદ

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ કહ્યુ છે કે 19 એપ્રિલ સુધી એક નવુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પહોંચવાની આશા છે જેનાથી ગરમીમાં થોડી રાહત મળી શકે છે. આસામ, મેઘાયલ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, કેરળ અને દક્ષિણ કર્ણાટકના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક-બે સ્થળો ભારે વરસાદ થઈ શકે છે. પૂર્વોત્તર ભારત અને પશ્ચિમી હિમાલયના બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સંભવ છે.

આ રાજ્યોમાં રહેશે લૂનો પ્રકોપ

આ રાજ્યોમાં રહેશે લૂનો પ્રકોપ

આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને દિલ્લી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાતના અલગ-અલગ ભાગોમાં લૂની સ્થિતિ સંભવ છે. જો કે, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં ધૂળ ભરેલી આંધી, ગાજવીજ અને હળવો વરસાદ થઈ શકે છે.

આ વિસ્તારોમાં બન્યુ છે ચક્રવાતી પવનોનુ ક્ષેત્ર

આ વિસ્તારોમાં બન્યુ છે ચક્રવાતી પવનોનુ ક્ષેત્ર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં એક ચક્રવાતી પવનોના ક્ષેત્ર તરીકે જોવામાં આવી રહ્યુ છે. ચક્રવાતી પવનોનુ ક્ષેત્ર પૂર્વોત્તર ઉત્તર પ્રદેશ અને આસપાસના ક્ષેત્રો પર બનેલુ છે. એક ટ્રફ રેખા વિદર્ભથી મરાઠવાડા થઈને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી ફેલાયેલી છે. દક્ષિણ પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ ક્ષેત્રના આસપાસના ભાગો પર એક ચક્રવાતી પવનોનુ ક્ષેત્ર બનેલુ છે.

છેલ્લા 24 કલાકમાં કેવુ રહ્યુ હવામાન?

છેલ્લા 24 કલાકમાં કેવુ રહ્યુ હવામાન?

છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ થયો. દક્ષિણ આંતરિક કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થયો. કર્ણાટક અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં એક કે બે મધ્યમ સ્થળો સાથે છૂટાછવાયો હળવો વરસાદ થયો. વળી, પંજાબ, હરિયાણા, દિલ્લી અને ઉત્તર રાજસ્થાનના અમુક ભાગોમાં આંધી, ધૂળ ભરેલી આંધી અને હળવો વરસાદ થયો. પશ્ચિમી રાજસ્થાન અને દિલ્લીના અલગ-અલગ ભાગોમાં લૂની અસર જોવા મળી.

English summary
Weather Update and forecast across india, heat wave loo rain all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X
Desktop Bottom Promotion