Weather Update: દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ગરમી સાથે, જાણો હવામાન વિભાગની આગાહી

દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થઈ રહ્યો છે. પહાડોના ઠંડા પવનોના કારણે સવારે અને રાતે ઠંડી તેમજ આખો દિવસ ગરમી લાગી રહી છે. અહીં જાણો હવામાન વિભાગનુ પૂર્વાનુમાન.

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં આવનારા દિવસોમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. દિલ્લી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર સહિત સમગ્ર ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડીથી રાહત મળી છે. જો કે, તાપમાનમાં ઉતાર-ચડાવ ચાલુ છે. હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાનમાં ઠંડી અને ગરમી બંનેની અસરના કારણે લોકો બિમાર પડી રહ્યા છે.

તાપમાનમાં થયો વધારો

તાપમાનમાં થયો વધારો

દિલ્લીમાં બુધવારે લઘુત્તમ તાપમાન 10.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. આઈએમડીએ દિલ્લીમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનુ અનુમાન લગાવ્યુ છે. વળી, રવિવાર સુધી શહેરનુ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણામાં પણ હવે ઠંડીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમૃતસરમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી વધુ 8.7 નોંધવામાં આવ્યુ. જ્યારે લુધિયાણાનુ લઘુત્તમ તાપમાન સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ 11.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 17 ફેબ્રુઆરી સુધી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 17 ફેબ્રુઆરી સુધી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમી હિમાલય ક્ષેત્રોમાં આવેલા લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 17 ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે. જેના લીધે આવતા અમુક દિવસો સુધી લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અમુક ભાગોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. વળી, અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ કે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે

હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડી ક્ષેત્રમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં જોવા મળશે. ઠંડા પવનોના કારણે ઘણા વિસ્તારોમાં સવાર-સાંજ ઠંડીનો અનુભવ થશે. જો કે, આવનારા દિવસોમાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારો અને તેની પાસેના ભારતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાના અણસાર છે. માનવામાં આવી રહ્યુ છે કે આ રાજ્યોમાં ગરમીનો અનુભવ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X