Weather Update: સમય પહેલા આવી ગઈ ગરમી, રવિ પાકને નુકશાન, જાણો દેશનુ હવામાન
ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની કમીના કારણે આ વર્ષે ઘણા રાજ્યોમાં ગરમી વહેલી આવશે.
Weather Update: દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાન વધવા લાગ્યુ છે અને પારો લગભગ 35 ડિગ્રીની આસપાસ છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને વરસાદની કમીના કારણે આ વર્ષે ઘણા રાજ્યોમાં ગરમી વહેલી આવશે. વળી, આવનારા પાંચ દિવસોમાં ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વી ભારતના ઘણા ભાગોમાં પારો સામાન્યથી ત્રણથી ચાર ડિગ્રી વધુ રહેવાની સંભાવના છે.

મહત્તમ તાપમાન હજુ વધશે
ઉત્તર પ્રદેશના વારાણસીમાં શુક્રવારે મહત્તમ તાપમાન 35 જ ડિગ્રી નોંધવામાં આવ્યુ. જે છેલ્લા 40 વર્ષોમાં સૌથી વધુ છે. પશ્ચિમ યુપી, હરિયાણા, દિલ્લી અને પંજાબમાં 26 ફેબ્રુઆરીથી તાપમાન હજુ વધશે. વળી, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ મહત્તમ તાપમાનમાં હજુ વધારો થશે. દિલ્લી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર તડકા સાથે તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ગરમી વધી જવાથી રવિ પાકને જોખમ
ફેબ્રુઆરી મહિનામાં જ અચાનક ગરમી વધી જવાથી રવિ પાકને જોખમ ઉભુ થયુ છે. તેમાં ખાસ કરીને ઘઉંના પાકને ખતરો છે. ગરમી શરુ થવાના કારણે પૂરતી ઠંડી ન મળવાથી ઉત્પાદનમાં કમીની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આ વર્ષે ફેબ્રુઆરીનુ સરેરાશ તાપમાન પહેલાની સરખામણીમાં 5-7 ડિગ્રી વધુ થઈ ગયુ છે. આટલુ તાપમાન સામાન્ય લોકો સાથે-સાથે પાકને પણ નુકશાન પહોંચાડે છે.

પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 25 ફેબ્રુઆરીથી એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યુ છે, જેના કારણે ઘણા પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 27 ફેબ્રુઆરી સુધી સક્રિય રહેશે. આ પછી 28 ફેબ્રુઆરીથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યુ છે, તેની અસર 28 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
