Weather Update: સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ જ્યારે કાશ્મીર-હિમાચલમાં વરસાદ માટે એલર્ટ
IMDએ કોંકણ, સૌરાષ્ટ્ર, કચ્છ અને કર્ણાટકમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે અહીં તાપમાન 37-40 ડિગ્રી વચ્ચે રહી શકે છે.
Weather Update: સમગ્ર ભારતમાં હાલમાં હવામાનમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. અમુક જગ્યાએ વરસાદ તો અમુક સ્થળોએ સખત લૂ લાગી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આઈએમડીએ આજે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકી શકે છે.

દિલ્લીમાં આજે અહીં હવામાન ચોખ્ખુ અને સૂકુ રહેવાનુ છે, જો કે હોળીના તહેવાર પર હળવા વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયુ છે અને લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ આગામી દિવસોમાં અહીં હવામાન બદલાશે અને તાપમાન વધશે. આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી જઈ શકે છે. નોઈડામાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન ડિગ્રી અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે હીટવેવ માટે એલર્ટ જાહેર કર્યુ છે. IMDએ કોંકણ, સૌરાષ્ટ્ર, કચ્છ અને કર્ણાટકમાં હીટ વેવ એલર્ટ જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે અહીં તાપમાન 37-40 ડિગ્રી વચ્ચે રહી શકે છે, જ્યારે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશાના તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થશે. જ્યારે પહાડોમાં આજે પણ વરસાદની સંભાવના છે. કાશ્મીર, હિમાચલ અને લદ્દાખમાં આજે પણ હળવા વરસાદનુ એલર્ટ ચાલુ છે અને ઉત્તરાખંડમાં પણ હળવા વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
