Weather Update: 9 રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ, પારો જશે 45ને પાર, IMDએ આપી આ સલાહ
Weather Update: ભારતીય હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ અને સિક્કિમમાં હીટવેવ માટે ચેતવણી જાહેર કરી છે. વળી, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે.
પંજાબ અને હરિયાણામાં ગઈ કાલે હીટવેવની સ્થિતિ રહી, જે આજે પણ યથાવત રહી શકે છે. હાલમાં એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે પશ્ચિમ હિમાલય અને આસપાસના મેદાની વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ પૂર્વ ભારતના રાજ્યોમાં આગલા ચાર દિવસ હીટવેવની સ્થિતિ રહી શકે છે. બંગાળના 18 જિલ્લાઓ માટે લૂની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે તેમણે એપ્રિલમાં આટલી ગરમી ક્યારેય નથી જોઈ. લોકોને બપોરે 4 વાગ્યા સુધી ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
આઈએમડીએ સોમવારે ઝારખંડના 11 જિલ્લાઓ માટે મંગળવાર અને બુધવારે લૂ માટે એલર્ટ આપ્યુ છે. રાજ્યના અમુક જિલ્લાઓમાં પારો 44 ડિગ્રીને પાર જઈ શકે છે. જો કે, 20 એપ્રિલ પછી આમાં રાહત મળી શકે છે. બિહારમાં 17 એપ્રિલે મોટાભાગના સ્થળોએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર રહ્યુ તેમજ 11 જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ રહી.
હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રએ જણાવ્યુ કે, 'જ્યારે પવનો પૂર્વ દિશાથી કે બંગાળની ખાડીની દિશામાંથી આવે તો ઘણી વાર વાદળો છવાઈ જાય છે, જે પૂર્વ રાજ્યોમાં તાપમાન ઘટાડી દે છે પરંતુ ઉત્તર-પશ્ચિમથી ગરમ, સૂકા પવનો પૂર્વ ભારતમાં ફૂંકાઈ રહ્યા છે. માટે પૂર્વ રાજ્યોના લોકોએ ગરમીથી બચવા માટે પૂરતા ઉપાયો કરવાની જરુર છે.'
હવામાન વિભાગે ગરમીથી બચવા માટે પૂરતુ પાણી પીવા, ઓઆરએસ અને અન્ય પીણાના ઉપયોગના ઉપાયો કરવાની ભલામણ કરી છે. તમને જણાવી દઈએ કે સોમવારે તેલંગાનાનો જયશંકર ભૂપાલપલ્લી જિલ્લો સૌથી વધુ ગરમ રહ્યો. જ્યાં તાપમાન 44.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ. ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં 43.4 ડિગ્રી, બિહારના સપૌલમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે મંગળવારથી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં ગરમીથી રાહત મળશે. પંજાબ, હરિયાણા, દિલ્લી અને રાજસ્થાનમાં 18-20 એપ્રિલ વચ્ચે વરસાદની સંભાવના છે. હિમાલયી ક્ષેત્રના જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતા બે દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. હિમાલય, ઉત્તરાખંડ અને પંજાબમાં કરાવૃષ્ટિ પણ થઈ શકે છે.












Click it and Unblock the Notifications
