For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Alert: યુપી, પંજાબ સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ

હવામાન વિભાગે તેના માટે પણ એક રાહતભર્યા સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

આખા દેશમાં ચોમાસુ શરૂ થઈ ચૂક્યુ છે. આ દરમિયાન દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદનો સિલસિલો ચાલુ છે. જેના કારણે દેશની ઘણી નદીઓ છલકાઈ રહી છે અને પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં તાપમાન હજુ પણ વધુ છે પરંતુ હવામાન વિભાગે તેના માટે પણ એક રાહતભર્યા સમાચાર આપ્યા છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મોનસુન ટ્રફ શનિવારે પંજાબ, હરિયાણા ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરી બાંગ્લાદેશ અને હિમાલયની તળેટી પાસે સ્થિત છે. જેના કારણે પૂર્વ ભારત, પૂર્વોત્તર ભારત અને ઉત્તર મધ્ય ભારતના હવામાનમાં અસ્થિરતા પેદા થશે. આ દરમિયાન શનિવારે અને રવિવારે સિક્કિમ, અરુણાચલ, અસમ, મેઘાલય અને બિહારા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં 150 મિમીથી 250 મીમી સુધી વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત આ સપ્તાહના અંતમાં પૂર્વ ઉત્તર પ્રદેશના અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ સંભવ છે.

rain

તટીય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

વળી સપાટીથ લગભગ 3000 મીટરની ઉંચાઈએ અરબ સાગરમાં આવતી પશ્ચિમી હવાઓ, પશ્ચિમી અને દક્ષિણ ભારત ઉપર આર્દ્ર હવાઓ લાવશે. જેને ઑફ ટ્રફ પશ્ચિમી ભારત અને દક્ષિણ ભારતના પશ્ચિમી તટ પર બનેલી છે. આના કારણે પશ્ચિમ અને દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ પંજાબ અને પશ્ચિમ હરિયાણાના અમુક ભાગોમાં શનિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ રહ્યુ છે. લોકો ગરમીથી પરેશાન છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં પણ સારા સમાચાર આપ્યા છે. મંગળવાર સુધી આ વિસ્તારોમાં ગરમી ઘટી જશે. આ દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના અમુક ક્ષેત્રોમાં સરેરાશ ઠંડા હશે.

આવતા બે દિવસ અહીં ભારે વરસાદ

અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, અસમ, મેઘાયલ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના અલગ અલગ ભાગોમાં શનિવારે અને રવિવારે ભારે વરસાદ થશે. વળી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમના અલગ અલગ સ્થળોએ પણ આ જ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્લી, તટીય મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળના અલગ અલગ ભાગો પર પણ વરસાદની ભવિષ્યવાણી થઈ છે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો વિકાસ દૂબે એનકાઉન્ટર કેસ, તપાસ માટે કરાઈ 4 અરજીસુપ્રીમ કોર્ટ પહોંચ્યો વિકાસ દૂબે એનકાઉન્ટર કેસ, તપાસ માટે કરાઈ 4 અરજી

English summary
Weather update: Heavy rain alert in these states of country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X