Weather Update: ગુજરાત, યુપી, ઉત્તરાખંડ, કેરળ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ, જાણો દેશમાં મોસમના હાલ

Weather Update: હવામાન વિભાગે 5થી 8 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશ માટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને તેના માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગના જણાવ્યા મુજબ 10 જુલાઈ સુધી હિમાચલના નીચાણવાળા વિસ્તારો અને પહાડી ક્ષેત્રોમાં વિજળી સાથે ભારે વરસાદની સ્થિતિ રહેશે.

આઈએમડી મુજબ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 6 જુલાઈથી ભારે વરસાદનો સિલસિલો શરુ થઈ શકે છે. 8 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ માછીમારોને 3 દિવસ દરિયા ન ખેડવાની સૂચના આપી છે.

rain

આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વળી, કર્ણાટકના દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાના પગલે આંગણવાડી કેન્દ્રો, શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને દરિયા પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.

કેરળના ઈડુક્કી, કાસરગોડ અને કન્નૂરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને બાકીના જિલ્લાઓ માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અહીં પણ શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કેરળમાં ભારે વરસાદના કારણે એક છોકરીનુ મોત થયા બાદ સીએમ પિનરાઈ વિજયને લોકોને નદીઓ અને પહાડો નજીક ન જવાની સલાહ આપી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામના કેટલાક ભાગો અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે (5 જુલાઈ 2023ના વરસાદની આગાહી) કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠે અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

વળી, એજન્સીના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના ભાગો, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન કોસ્ટલ કર્ણાટક અને કેરળના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X