Weather Update: આગામી 24 કલાકમાં 20થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, IMDએ આપ્યુ એલર્ટ

Weather Update: સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય થયા બાદ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના 80 ટકાથી વધુ ભાગોમાં ચોમાસુ પહોંચી ચૂક્યુ છે.

હવામાન વિભાગે આજે દેશના 24 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. દેશના પૂર્વ, મધ્ય, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ ભાગમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે.

rain

આઈએમડીએ આજે ગુજરાત, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગોવામાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યુ છે. વળી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશમાં પણ આજે વરસાદની સંભાવના છે. નોંધનીય છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડની ઘટનાઓ બની છે.

રાજધાની દિલ્લીમાં આજે વાદળો છવાયેલા રહેશે અને વરસાદની ગતિવિધિઓ પણ જોવા મળશે. જો કે, હળવો વરસાદ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ હતુ. વળી, આઈએમડી મુજબ આ આખુ અઠવાડિયુ નવી દિલ્લીમાં વરસાદ થઈ શકે છે. દિલ્લીમાં આગલા પાંચ દિવસ મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ આજે લખનઉ અને ગાઝિયાબાદમાં વરસાદ થઈ શકે છે.

હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ, છત્તીસગઢના ભાગો, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, કોંકણ અને ગોવા, ગુજરાત પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર બિહાર, કેરળ, કોસ્ટલ કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X