For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Update: દક્ષિણ ભારતમાં આજે ભારે વરસાદની આગાહી

Weather Update: દક્ષિણ ભારતમાં આજે ભારે વરસાદની આગાહી

|
Google Oneindia Gujarati News

અત્યારે દેશના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યાં મૉનસૂન ચોમાસું નથી પહોંચ્યું ત્યાં પણ પ્રી-મૉનસૂન વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે મૉનસૂન પોતાની નોર્મલ સ્પીડથી આગળ વધી રહ્યું છે, જો કે પશ્ચિમી પવનોને કારણે તેની ગતી થોડી ધીમી પડી હતી પરંતુ હવે આ પોતાના સામાન્ય રૂપમાં પાછું આવી ગયું છે.

કર્ણાટકમાં રેડ એલર્ટ

કર્ણાટકમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ મુજબ દક્ષિણ- પશ્ચિમ મૉનસૂને ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ તરફ વલણ કર્યું છે જ્યારે કર્ણાટકમાં પણ ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ચિક્કમગલુરુ અને શિવમોગ્ગા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ચિક્કમગલુરુ અને શિવમોગ્ગા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

આઈએમડી કર્ણાટકે વૉર્નિંગ જાહેર કરતા કહ્યું કે આજે અને કાલે દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તર કન્નડ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે અને આ કારણે અહીં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કોડાગુ, હાસન, ચિક્કમગલુરુ અને શિવમોગ્ગા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદનો સિલસિલો યથાવત

ભારે વરસાદનો સિલસિલો યથાવત

અગાઉ ભારતીય હવામાન વિભાગે બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં તેજ પવન સાથે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે આ સ્થળોએ ભારે વરસાદને કારણે વીજળી પડી શકે છે.

હળવાથી મધ્યમ વરસાદ

હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના સહારનપુર, ગંગોહની આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા જણાઈ રહી છે. જ્યારે કેરળ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનો સિલસિલો યથાવત છે. હવામાન વિભાગે મુંબઈમાં આજે પણ વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

કેરળમાં 12 સ્થળોએ તેજ વરસાદ

કેરળમાં 12 સ્થળોએ તેજ વરસાદ

જ્યારે સ્કાઈમેટ વેધર મુજબ આગલા 24 કલાક દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉપ- હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અંદામાન નિકોબાર દ્વીપ સમૂહ અને કેરળમાં 12 સ્થળોએ તેજ વરસાદ થવાની સંભાવના છે.

English summary
Weather Update: Heavy rains forecast in South India today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X