Weather: દિલ્લી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ગાઢ ધૂમ્મસ અને શીત લહેર માટે હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

Weather: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, પંજાબ, યુપી, હરિયાણા, રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં તાપમાન સતત ઘટી રહ્યું છે.

આ રાજ્યોમાં આગામી બે દિવસમાં ધુમ્મસ અને કોલ્ડવેવને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. IMDએ ઠંડીને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

cold

આગામી સપ્તાહમાં પણ પંજાબમાં ધુમ્મસ અને ઠંડીથી લોકોને રાહત મળવાની આશા નથી. હવામાન વિભાગે સોમવારે દેશના મધ્ય ભાગોમાં જાન્યુઆરીમાં કોલ્ડ વેવની ચેતવણી આપી હતી. ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ પણ જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ સમયગાળા દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે, જેનાથી રવિ સિઝનમાં ઘઉંના સારા પાકની આશા વધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X