Weather Update: ગરમીથી મળશે આંશિક રાહત, દેશના ઘણા રાજ્યોમાં થશે વરસાદ, જાણો હવામાનની સ્થિતિ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના પૂર્વ રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. વળી, મધ્ય અને દક્ષિણ ભાગોમાં પણ કમોસમી વરસાદનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે.

Weather Update: દેશમાં હાલમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશના પૂર્વ રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. વળી, મધ્ય અને દક્ષિણ ભાગોમાં પણ કમોસમી વરસાદનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. આઈએમડીએ 13થી 18 માર્ચ સુધી ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે અહીં લૂની અસર ઓછી થશે.

હળવા વરસાદની આગાહી

હળવા વરસાદની આગાહી

આઈએમડીના જણાવ્યા મુજબ દેશના અન્ય સ્થળોએ વરસાદ હોવા છતાં બંને ક્ષેત્રોમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. જોકે દિલ્લીમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવો વરસાદ પડી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ પણ હળવા વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગે આજે ​​દિલ્લીમાં મોટાભાગે સ્વચ્છ હવામાન રહેવાની આગાહી કરી છે. દિલ્લીમાં વાદળછાયુ વાતાવરણ સાંજે અમુક વિસ્તારોને અસર કરી શકે છે. આજે અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે.

મુંબઈમાં રહેશે ગરમી

મુંબઈમાં રહેશે ગરમી

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ આજે મુંબઈ અને તેના ઉપનગરોમાં ગરમી છવાયેલી રહેશે. આકાશ સ્વચ્છ રહેશે. આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ચેન્નાઈમાં ખુશનુમા હવામાન રહેશે. આજે અહીં તડકો રહેશે અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. આકાશ સ્વચ્છ રહેશે અને કોઈ મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી નથી. મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેશે.

આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

આ રાજ્યોમાં પણ પડશે વરસાદ

આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ મણિપુર અને ત્રિપુરામાં હળવો વરસાદ પડી શકે છે. આ સિવાય ઝારખંડ, બિહાર અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતનુ તાપમાન આગામી બે દિવસ સુધી વધશે, ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X