Weather Update: હવામાનમાં પલટો, આ રાજ્યોમાં હિમવર્ષા-વરસાદ માટે હવામાન વિભાગે આપ્યુ એલર્ટ

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના અમુક ભાગોમાં આગલા 4 દિવસ સુધી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. અહીં જાણો હવામાન અપડેટ

Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી હિમાલયી વિસ્તાર પ્રભાવિત થવાની સંભાવના છે. કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં અલગ-અલગ જગ્યાએ હિમવર્ષા અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. ઠંડા પવનોના કારણે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાથી ફરીથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

આ સ્થળો પડશે હળવો વરસાદ

આ સ્થળો પડશે હળવો વરસાદ

આઈએમડીના જણાવ્યા મુજબ 12થી 16 ફેબ્રુઆરી વચ્ચે અરુણાચલ પ્રદેશ. આસામ અને નાગાલેન્ડમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવા સાથે વીજળી પડવાની પણ સંભાવના છે. વળી, હવામાન વિભાગના જણાવ્યા મુજબ 12થી 14 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોના અમુક ભાગોમાં 25-25 કિમીની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. વળી, આવતા 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં કોઈ ખાસ ફેરફારની સંભાવના નથી.

પંજાબમાં ઠંડીનો દોર યથાવત

પંજાબમાં ઠંડીનો દોર યથાવત

પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ઠંડીનો દોર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમૃતસરમાં લઘુત્તમ તાપમાન, 6.6 ડિગ્રી, લુધિયાણામાં 8.9 ડિગ્રી, પટિયાલામાં 8.8 ડિગ્રી, પઠાણકોટમાં ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. વળી, હરિયાણાના અંબાલામાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી, હિસારમાં 12.8 ડિગ્રી, નારનૌલમાં 8.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ.

દેશમાં આ જગ્યાએ તાપમાન ઘટશે

દેશમાં આ જગ્યાએ તાપમાન ઘટશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 ફેબ્રુઆરી સુધી પૂર્વ ભારત, દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટશે. આગલા 5 દિવસ દરમિયાન દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના છે. જો કે, પહાડો પર હિમવર્ષા અને વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને ફરીથી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X