Weather Update: ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના, હિમાચલમાં યલો એલર્ટ, જાણો દેશમાં હવામાનની સ્થિતિ
Weather Update: ભારતીય હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશના છ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભારે વરસાદની ચેતવણી અને સિરમૌરમાં પૂરની સંભાવના છે. IMDએ મહારાષ્ટ્ર અને ગુજરાત માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં આ બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાનની પેટર્ન દિલ્હી પર પણ અસર કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસમાં દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. જો કે, દિલ્હીમાં ભેજવાળા વાતાવરણમાં રાહતની બહુ આશા દેખાતી નથી.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રૉયે જણાવ્યું છે કે શનિવારે (16 સપ્ટેમ્બર) લો પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના હોવાથી પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદની બહુ સંભાવના નથી. જો કે, લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી હોવાથી ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે.
હિમાચલ પ્રદેશના છ જિલ્લા મંડી, બિલાસપુર, ચંબા, કાંગડા, સોલન અને સિરમૌર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનના શિમલા વિભાગે કહ્યું છે કે આ તમામ જિલ્લાઓમાં દિવસભર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે.
નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 15 સપ્ટેમ્બરની રાતથી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરે તેવી ધારણા છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં 21 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. આ સાથે, હિમાચલ પ્રદેશના નીચલા અને મધ્ય પહાડીઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને ઉચ્ચ વિસ્તારોમાં મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
ખેડૂતોને ઉભા પાક, ફળના છોડ અને નાના છોડને નુકસાન ન થાય તે માટે જંતુનાશકોના ઉપયોગને ફરીથી શિડ્યૂલ કરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડેટા અનુસાર, 15 સપ્ટેમ્બર સુધી ચોમાસાની સિઝનમાં હિમાચલ પ્રદેશમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 840.6 મીમી વરસાદ નોંધાયો છે, જે 689.6 મીમીના સામાન્ય વરસાદ કરતાં 22 ટકા વધુ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, હિમાચલ જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ પછી સંઘર્ષ કરી રહ્યું છે, જેના કારણે 8,680 કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. હિમાચલ પ્રદેશમાં 24 જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ 272 લોકોના મોત થયા છે. નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હવામાન ચેતવણીઓ અને આગાહીઓ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
IMD એ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરતા મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રમાં, IMD એ 16 અને 17 સપ્ટેમ્બર માટે થાણે, પાલઘર, રાયગઢ અને ધુલે માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય એ જ તારીખો પર મુંબઈ માટે 'યલો' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.












Click it and Unblock the Notifications
