Weather Update: ભારે પવનોથી દિલ્લી-યુપીમાં ઠાર, પહાડી રાજ્યોમાં હિમવર્ષા, આ જગ્યાએ વરસાદની સંભાવના
Weather Update: દિલ્હી-એનસીઆરમાં હવામાનનુ તાંડવ ચાલુ છે. ક્યારેક તડકો તો ક્યારેક વરસાદે લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. પહાડો પર વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં વાતાવરણ ઠંડું છે. બુધવારે સાંજે હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો હતો.
ગઈકાલ સાંજથી હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ દિલ્હીમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

આજે સવારે દિલ્લીમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું હતું. આજે પણ ધુમ્મસના કારણે દિલ્હી રેલવે સ્ટેશનથી ઘણી ટ્રેનો મોડી પડી છે અને હવાઈ સેવા પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની આગાહી કરી છે અને તે પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં સમગ્ર ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. જો કે, વરસાદથી થોડી રાહત મળ્યા બાદ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં શીતલહેર ફરીથી શરુ થઈ ગઈ છે.
હવામાન વિભાગે 8 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા અને સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે. વળી, આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 15-25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, એમપી, છત્તીસગઢમાં આજે વરસાદ પડી શકે છે, જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશાના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે અને અહીં યલો એલર્ટ યથાવત છે. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. બીજી તરફ કર્ણાટક, તમિલનાડુ, કેરળમાં હવામાન સ્વચ્છ અને ઉત્તર પૂર્વમાં સૂકુ રહેશે.












Click it and Unblock the Notifications
