Weather Update: આવતા અમુક કલાકોમાં ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના, દિલ્લી-મહારાષ્ટ્રમાં વરસ્યા મેઘ
દિલ્લી-એનસીઆરમાં ઘણા વિસ્તારોમાં ગુરુવારે રાતે વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. જાણો વેધર અપડેટ.
નવી દિલ્લીઃ દિલ્લી-એનસીઆરમાં ઘણા વિસ્તારોમાં ગુરુવારે રાતે વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 10-11 જુલાઈએ દિલ્લીમાં ચોમાસુ દસ્તક દેશે પરંતુ એ પહેલા જ દિલ્લીમાં પ્રી-મોનસુન વરસાદનો આરંભ થઈ ગયો જેની શરૂઆત કાલે રાતથી થઈ ગઈ છે. દિલ્લીમાં હાલમાં જબરદસ્ત ગરમીનો પ્રકોપ ચાલુ છે. કાલે પણ રાજધાનીમાં તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ કે જે સામાન્યથી 5 ડિગ્રી વધુ છે. કાલે દિલ્લીવાસીઓને લૂનો પણ સામનો કરવો પડ્યો.

દિલ્લી-મહારાષ્ટ્રમાં થયો વરસાદ
માત્ર દિલ્લીમાં જ નહિ પરંતુ મહારાષ્ટ્રમાં પણ કાલે રાતથી વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે નાગપુર સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં રસ્તા પર પાણી ભરાઈ ગયુ છે અને લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આવતા અમુક કલાકોમાં એનસીઆર(માનેસર, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ખતૌલી, મોદીનગર, હાપુડ(યુપી), ભિવાડી(રાજસ્થાન)માં વરસાદ થઈ શકે છે. વળી, 20-40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાવાનુ અનુમાન છે.

જમ્મુ કાશ્મીરમાં વરસ્યા વાદળ
જમ્મુ કાશ્મીરના અમુક ભાગોમાં ઝડપી પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. જ્યારે આગલા 24 કલાક દરમિયાન બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, છત્તીસગઢ, તેલંગાના, ઓરિસ્સા, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મરાઠવાડામાં વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે અને આના કારણે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે.

સ્કાઈમેટ આ કહ્યુ
ઉત્તરાખંડમાં વરસાદની ગતિ થોડી ધીમી પડી છે પરંતુ તેમછતાં ટિહરી, પૌડી, નૈનીતાલ, અલમોડા, ચંપાવત અને પિથોરાગઢમાં ભારે વરસાદ સાથે વીજળી ચમકવાના અણસાર દેખાઈ રહ્યા છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં તેજ વરસાદ જોવા મળી શકે છે અને વરસાદ દરમિયાન ઝડપી પવન ફૂંકાઈ શકે છે. વળી, 11-12 જુલાઈએ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાના, કર્ણાટક, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, કોંકણ, ગોવા, ગુજરાત, રાજસ્થાન, અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
