For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રને મળશે ભારે વરસાદમાંથી છૂટકારો, હવે આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, રવિવારના રોજ (25 જુલાઈ) રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ભાગો સહિત ઉત્તર ભારતીય મેદાનોમાં વરસાદ પડશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જુલાઈ : મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી રાહત મળે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ શનિવારની મોડી રાત્રે આગાહી કરી હતી કે, પશ્ચિમ કાંઠે વરસાદની ઓછો થવાની સંભાવના છે. છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના પૂણે અને કોંકણ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 112થી વધુ લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 112 થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 99 લોકો લાપતા થઇ ગયા છે. મૃત્યુ પામેલા લોકોમાં રાયગઢ જિલ્લાના 52 લોકોનો સમાવેશ થાય છે. ભારે વરસાદથી મહારાષ્ટ્ર અને ગોવાને આગામી કેટલાક દિવસોમાં રાહત મળે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશના પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ચોમાસુ નબળુ થાય તેવી શક્યતા છે.

weather update

દિલ્હી, પંજાબ અને હરિયાણામાં તાપમાન સામાન્યની નજીક રહેવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપતા જણાવવામાં આવ્યું છે કે, રવિવારના રોજ (25 જુલાઈ) રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ભાગો સહિત ઉત્તર ભારતીય મેદાનોમાં વરસાદ પડશે. દેશના ઉત્તરીય ભાગો જેવા કે, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં તાપમાન સામાન્યની નજીક રહેવાની સંભાવના છે.

IMD દ્વારા સોમવારના રોજ દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રવિવારના રોજ દિલ્હીનું આકાશ વાદળછાયું રહેશે. હળવા વરસાદ અથવા ઝરમર વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે IMD દ્વારા સોમવારના રોજ દિલ્હી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશમાં રવિવારે ભારે વરસાદ પડે તેવી શક્યતા

IMDએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં રવિવારના રોજ પશ્ચિમ ભાગોના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં શનિવારના રોજ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. આ સાથે ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં આવેલા વિવિધ સ્થળોએ પણ ભારે વરસાદ નોંધાયો હતો.

ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે મધ્યપ્રદેશના 24 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જહેર કર્યું છે. મધ્ય પ્રદેશના જબલપુર, રેવા, સતના, અનુપુર, ઉમરાય, ડિંડોરી, કટની, નરસિંહપુર, માંડલા, સાગર, છતરપુર, ટીકમગઢ, વિદિશા, સિહોર, રાજગઢ, બેતુલ, બુરહાનપુર, ખંડવા, ખારગોન, ધર, દેવાસ, આગર માલવા, અશોક નગર અને શિવપુરીમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યો ઉપરાંત રવિવારથી મંગળવાર સુધી ઉત્તરાખંડ, સોમવારથી મંગળવાર સુધી હરિયાણા અને મંગળવારથી બુધવાર સુધી પંજાબમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

English summary
Maharashtra is expected to get relief from heavy rains. The India Meteorological Department (IMD) late Saturday night predicted that the rain activity is expected to subside soon over the west coast. Heavy rains have wreaked havoc in Pune and Konkan divisions of Maharashtra for the last three days. So far more than 112 people have died and 99 people are missing due to the torrential rains, floods and landslides in the state. Most of the dead include 52 people from Raigad district. Maharashtra and Goa, which are suffering from heavy rains, are expected to get relief in the coming few days. The IMD has said that there is a possibility of weakening of monsoon in the western coastal areas of the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X