Weather Update: ફેબ્રુઆરીમાં મે જેવી ગરમી, જાણો દિલ્લી સહિત બધા રાજ્યોમાં મોસમના હાલ

દેશના મોટાભાગના રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં મે મહિના જેવી ગરમી પડી રહી છે. જેના કારણે હવામાન વિજ્ઞાનીઓ ચિંતામાં પડી ગયા છે. હવામાન માટે આ સારા સંકેત નથી.

Weather Update: ઉત્તર ભારતના રાજ્યોમાં પારો વધી રહ્યો હોવાથી ફેબ્રુઆરી મહિનામાં જ ભયંકર ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવનારા બે-ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં હીટવેવ જોવા મળી શકે છે. ફેબ્રુઆરીમાં હીટવેવ પડવી એ હવામાન માટે સારા સંકેત ન હોવાનુ વૈજ્ઞાનિકોનુ માનવુ છે. હવામાન વિભાગે કચ્છ અને કોંકણમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે. જેના માટે અહીં 21-22 ફેબ્રુઆરી માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં આગામી 48 કલાકમાં હિટવેવટ

ગુજરાતમાં આગામી 48 કલાકમાં હિટવેવટ

કોંકણ, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ આગામી બે દિવસમાં મહત્તમ તાપમાન 37થી 39 ડિગ્રી સુધી જઈ શકે છે. રવિવારે અમદાવાદનુ મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયુ હતુ. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 48 કલાકમાં હિટવેવટની આગાહી કરી છે. વળી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પારો 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. વળી, સૂકા અને ગરમ પવનો ફૂંકાવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

દિલ્લીમાં હવામાન રહેશે સ્વચ્છ અને સૂકુ

દિલ્લીમાં હવામાન રહેશે સ્વચ્છ અને સૂકુ

દિલ્લીની વાત કરીએ તો આજે અહીં હવામાન સૂકુ રહેશે અને દિવસે તડકો નીકળશે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીની આસપાસ રહેશે. જો કે, હવામાન સાફ રહેતા દિલ્લીમાં પ્રદૂષણ વધી ગયુ છે. એનસીઆરમાં નોઈડામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાના અણસાર છે. વળી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના

આ રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના

હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે, આ વિસ્તારોમાં 21 ફેબ્રુઆરી સુધી હવામાન ખરાબ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં વરસાદની સંભાવના છે, જ્યારે આસામ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમમાં હળવા વરસાદની સંભાવના છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં આજે તડકો નીકળ્યો છે. મહારાષ્ટ્ર અને બંગાળમાં આજે હવામાન સ્વચ્છ અને સૂકુ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X