Weather Update: મે મહિનામાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના, જાણો હવામાનની સ્થિતિ
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, રાજસ્થાન અને પંજાબના અમુક ભાગોમાં વીજળી, ભારે પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશમાં આગલા મે મહિનામાં હવામાન મિશ્ર રહેશે. તાપમાન સામાન્ય અથવા તેથી ઓછુ રહેવાની સંભાવના છે. વળી, દિલ્લીમાં મે મહિનામાં વરસાદ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારે (29 એપ્રિલ) દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શનિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. રવિવારે તાપમાનમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, રાજસ્થાન, પંજાબના ભાગોમાં વીજળીના ચમકારા, તેજ પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે. ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લાના ઘણા સ્થળોએ હળવા વરસાદ સાથે હિમવર્ષા થઈ શકે છે.
આઈએમડીના જણાવ્યા મુજબ યુપીની રાજધાની લખનઉમાં વરસાદની સંભાવના છે. આ સિવાય રાજ્યના વિવિધ ભાગોમાં 4 મે સુધી વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં, રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે. આ સાથે અનેક જગ્યાએ કરા પણ પડ્યા છે. વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ 3500 મીટર અને તેનાથી વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ(IMD)એ શુક્રવારે આવતા મહિના મે માટેની અપડેટ આપતા કહ્યુ કે મે મહિનામાં અપેક્ષાથી ઓછી ગરમીની સંભાવના છે. મોટાભાગના રાજ્યોમાં સામાન્યથી ઓછુ તાપમાન નોંધવામાં આવશે. ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય વિસ્તારોમાં પણ વરસાદ સામાન્ય અથવા વધુ પડવાની શક્યતા છે. પૂર્વ, પૂર્વ-મધ્ય, ઉત્તરપૂર્વ ભારત અને દ્વીપકલ્પ ભારતમાં સ્થિતિ સામાન્ય રહેશે. આ વિસ્તારોમાં મે મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પણ પડી શકે છે.
IMDના ડાયરેક્ટર જનરલ એમ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે મે મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય છે પરંતુ આ વખતે તાપમાન 40 ડિગ્રીને સ્પર્શે તેવુ લાગતું નથી. ઉત્તર પશ્ચિમ ભારત અને પશ્ચિમ-મધ્ય ભારતમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની ધારણા છે. આ વિસ્તારોમાં હીટવેવ રેકોર્ડ થવાની શક્યતા પણ ઓછી છે. પરંતુ વિવિધ સ્થિતિઓમાં પ્રસંગોપાત થોડી ગરમી હોઈ શકે છે.'
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મે મહિનામાં દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે. મે મહિનામાં દિલ્હીમાં વરસાદ સામાન્ય કરતા વધારે રહેશે. IMD અનુસાર, દિલ્હી, હરિયાણા અને પંજાબ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં, મે મહિના માટે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. જ્યારે વરસાદ સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે.
મે મહિનામાં બિહાર, ઝારખંડ, ઓડિશા, ગંગા પશ્ચિમ બંગાળ, પૂર્વ ઉત્તર પ્રદેશ, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, ઉત્તર છત્તીસગઢના ભાગો, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગાણા અને દરિયાકાંઠાના ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિની અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
