Weather Update: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં વરસાદનુ એલર્ટ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Weather Update: હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, લદ્દાખ અને ગિલગિટ બાલટિસ્ટાન સહિત પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ સતત ચાલુ રહેવાની ધારણા છે. ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વિભાગે લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે.

વિદર્ભ, ગુજરાતમાં ભારે વરસાદને કારણે IMD એ ગુરુવારે રાત્રે ત્રણ કલાક માટે નાઉકાસ્ટ પણ જાહેર કર્યુ હતુ. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.

rain

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મુંબઈના ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈ એરપોર્ટ પર આવતી ઘણી ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.

મુંબઈમાં ભારે વરસાદને કારણે એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસ જેટે મુસાફરો માટે એલર્ટ જાહેર કર્યું છે. ઈન્ડિગો એરલાઈન્સનું કહેવું છે કે સતત ભારે વરસાદને કારણે ફ્લાઈટ ઓપરેશન ખોરવાઈ રહ્યું છે. ફ્લાઈટ્સ મોડી થઈ રહી છે. આ અંગે મુસાફરોને સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. સ્પાઈસજેટે પણ ફ્લાઈટ્સમાં વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે મુંબઈ એરપોર્ટ પર તમામ ઇનકમિંગ અને આઉટગોઇંગ ફ્લાઈટ્સ ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ શકે છે.

રાજસ્થાનમાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડશે, છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા, વીજળી અને ભારે પવનની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબ, બાકીના મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, વીજળી અને જોરદાર પવન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો જ્યાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. તેમાં મહાબળેશ્વર, લોનાવાલા, લવાસા, માથેરાન, લવાલે, ચિંચવાડ, તાલેગાંવ, પાશાન, પુણેનો સમાવેશ થાય છે. IMD એ 26મી જુલાઈ એટલે કે આજે ઉત્તરીય કર્ણાટકમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે.

મહારાષ્ટ્રના વિદર્ભમાં ભારે વરસાદને કારણે ગુરુવારે રાત્રે ત્રણ કલાક માટે IMDએ નાઉકાસ્ટ જાહેર કર્યુ હતુ. જે મુજબ IMD એ ઘણા મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં હળવા વાવાઝોડા, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ માટે રહેવાસીઓને તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે. રઆ વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને હળવાથી મધ્યમ વરસાદ માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે.

ચંદ્રપુર, ગઢચિરોલી, વર્ધા જિલ્લાઓમાં ઘણા સ્થળોએ આવી હવામાન પરિસ્થિતિઓનો અનુભવ થવાની સંભાવના છે. ભંડારા, ગોંદિયા, નાગપુર, યવતમાલઃ કેટલાક સ્થળો પ્રભાવિત થશે. અમરાવતીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અને ભારે પવનની સંભાવના છે. હવામાન વિભાગે વિદર્ભના લોકોને ભારે વરસાદ દરમિયાન તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે હવામાન વિભાગના લાઇવ અપડેટ્સ પર સતત નજર રાખવાની અપીલ કરી છે.

શુક્રવારે સવારે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે વાતાવરણ ખુશનુમા બની ગયું છે. ભેજવાળી ગરમીથી લોકોને રાહત મળી છે. આ પહેલા ગુરુવારે દિલ્હીમાં હળવા ઝરમર વરસાદ પડ્યો હતો. જેના કારણે ભેજનું પ્રમાણ વધ્યું હતું. હવામાન વિભાગે શુક્રવારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન આકાશ આછું વાદળછાયું રહેશે. જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે.

પહાડોમાં સતત થઈ રહેલા વરસાદને જોતા દિલ્હીના પૂર અને સિંચાઈ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યમુનાના જળ સ્તર પર નજર રાખવામાં આવી રહી છે. વિભાગનું કહેવું છે કે સ્થિતિ હવે સામાન્ય છે. ગુરુવારે સાંજે 5 વાગ્યા સુધી યમુનાનું જળસ્તર 202.43 મીટર હતું. દિલ્હીમાં યમુનાનું જળસ્તર 204.50 મીટરે પહોંચતા જ ચેતવણી જાહેર કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X