Weather Update: દિલ્લી સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની સંભાવના
Weather Update: રાજધાની દિલ્લીમાં ગુરુવારે રાતે વરસાદ થયો અને આજે પણ અહીં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. જેના પરિણામે અહીં હાલમાં વાતાવરણ ખુશનુમા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 26 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યુ છે.

દિલ્લીમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. નોઈડામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ગુરુગ્રામમાં આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 30 એપ્રિલ સુધી મરાઠવાડા, વિદર્ભ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, યુપી-બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ ચાલુ રહેશે. વળી, ઉત્તરાખંડ અને હિમાચલમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ અને પંજાબ-હરિયાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢમાં કરા પડવાની સંભાવના છે. જેના પરિણામે 30 એપ્રિલ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યુ છે. આગામી પાંચ દિવસ સુધી દેશના કોઈપણ ભાગમાં હીટવેવ નહીં રહે, જેના કારણે લોકોને રાહત મળશે.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદ સાથે વીજળી પડવાથી 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં વધુ ખેડૂતો છે, જેઓ ખેતરમાં કામ કરવા ગયા હતા અને વીજળીનો કરંટ લાગ્યો હતો.












Click it and Unblock the Notifications
