Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં 5 દિવસ વરસાદની સંભાવના, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રહેશે અસર

Weather Update: દેશના ઘણા ભાગોમાં હીટવેવના કારણે પારો ચાલીસને પાર જતો રહ્યો હતો પરંતુ અમુક રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે ગરમીથી થોડી રાહત મળી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે પણ દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં પવન સાથે વરસાદ પડશે. IMD કહે છે કે આગામી પાંચ દિવસ સુધી આકાશ વાદળછાયુ રહેશે અને વરસાદ પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે એપ્રિલના અંતિમ દિવસોમાં હવામાન આવુ જ રહેશે.

rain

આજે પણ દિલ્લીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. હાલમાં રાજધાનીમાં વાદળછાયુ વાતાવરણ છે, જો કે વરસાદને કારણે દિલ્લી-એનસીઆરમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. નોઈડામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની શક્યતા છે.

મહારાષ્ટ્ર, તેલંગાણા અને છત્તીસગઢમાં આજે ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વોત્તર રાજ્યો કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડશે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે, જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલમાં આજે પણ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગે પહેલાથી જ અહીં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

રાજસ્થાન, યુપી, બિહારમાં પણ આજે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે અને વીજળી પડવાની સંભાવના છે. હાલમાં એપ્રિલમાં પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં બુધવારે હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની શક્યતા છે. અહીં સાંજ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાનશાસ્ત્રીઓના મતે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. નોઈડા, ગાઝિયાબાદમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X