Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાનમાં પલટો, દિલ્લીમાં વરસાદ, ઉત્તરાખંડમાં યલો એલર્ટ

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના ઘણા રાજ્યોના હવામાનમાં પલટો આવ્યો છે. જેના પરિણામે અમુક જગ્યાએ બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીમાં આજે પણ જોરદાર પવન સાથે વરસાદની સંભાવના છે. રાજધાની અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યુ છે.

rain

નોંધનીય છે કે દિલ્લી-એનસીઆરમાં વરસાદના કારણે કાલે મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી હતુ. જે સામાન્ય કરતા 6 ડિગ્રી ઓછુ હતુ. આજે પણ દિલ્લીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારથી હવામાન બદલાશે અને તાપમાન વધશે. હાલમાં રાજધાનીમાં વાદળછાયુ વાતાવરણ છે, જો કે વરસાદને કારણે દિલ્લી-એનસીઆમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો છે.

નોઈડામાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાની ધારણા છે.

હવામાનની ખાનગી એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ આજે પૂર્વોત્તર રાજ્યો, કેરળ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે યુપી-બિહાર, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રમાં વરસાદ પડશે અને તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે હિમાચલ-ઉત્તરાખંડ અને કાશ્મીરમાં વરસાદને કારણે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

કેદારનાથ ધામમાં છેલ્લા બે દિવસથી હિમવર્ષા થઈ રહી છે, જેના માટે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે અને શ્રદ્ધાળુઓને ગરમ વસ્ત્રો સાથે રાખવા માટે કહેવામાં આવ્યુ છે. હવામાન વિભાગે આજે ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે અને કહ્યુ છે કે 3,500 મીટરની ઉંચાઈએ આવેલા સ્થળોએ હિમવર્ષા થઈ શકે છે, તેથી અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X