Weather Update: ભીષણ ગરમીથી મળશે રાહત! આગામી 24 કલાકમાં દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના

આગ ઝરતી ગરમીમાં શેકાઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. વાંચો હવામાન અપડેટ.

નવી દિલ્લીઃ આગ ઝરતી ગરમીમાં શેકાઈ રહેલા લોકો માટે રાહતના સમાચાર છે કારણકે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્લીમાં ગાજવીજ સાથે ધૂળ ભરેલી આંધી અને હળવા વરસાદની સંભાવના છે. પૂર્વોત્તર ભારત, તમિલનાડુના આંતરિક ભાગો અને કેરળમાં ઘણી જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે. 21 અને 22 એપ્રિલના રોજ પંજાબ, હરિયાણા, દિલ્લી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડના પૂર્વ ભાગો અને બિહાર સાથે-સાથે પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં ગાજવીજ સાથે ધૂળ ભરેલી આંધી અને હળવો વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદની સંભાવના

ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે જણાવ્યુ છે કે ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાના, આંતરિક કર્ણાટક, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દેશના ઘણા ભાગોમાં પ્રી-મોનસુન ગતિવિધિઓને જોતા, તાપમાન અમુક હદ સુધી ઘટી શકે છે. આગલા 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્લી, ઉત્તર રાજસ્થાન, મધ્ય પ્રદેશના અમુક ભાગો, વિદર્ભ અને ઝારખંડના અલગ-અલગ ભાગોમાં લૂની સ્થિતિ સંભવ છે અને ત્યારબાદ આમાં કમી આવી શકે છે.

દિલ્લીમાં લૂનો પ્રકોપ ઘટવાની સંભાવના

દિલ્લીમાં લૂનો પ્રકોપ ઘટવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે દિલ્લીમાં સાત દિવસથી લૂનો પ્રકોપ ચાલુ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ અને આ ક્ષેત્રમાં વાદળો છવાયેલા રહેવાના કારણે લૂનો પ્રકોપ ઘટવાની સંભાવના છે. આઈએમડી મુજબ રાષ્ટ્રીય રાજધાનીમાં 22 એપ્રિલ સુધી અમુક જગ્યાએ હળવો વરસાદ થવા અને 19 તેમજ 20 એપ્રિલે 25-35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનુ અનુમાન છે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ 21 અને 22 એપ્રિલ આસપાસ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે માટે થોડી રાહત મળી શકે છે.

છેલ્લા 24 કલાક દરમિયાન કેવુ રહ્યુ હવામાન

છેલ્લા 24 કલાક દરમિયાન કેવુ રહ્યુ હવામાન

ભીષણ ગરમી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન કર્ણાટક અને કેરળના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયો ભારે વરસાદ થયો. આંતરિક તમિલનાડુ, તટીય કર્ણાટક, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયો હળવો વરસાદ થયો અને બાકી પૂર્વોત્તર ભારત, લક્ષદ્વીપ અને દક્ષિણ છત્તીસગઢમાં હળવો વરસાદ થયો. ઉત્તર પશ્ચિમી રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના અલગ-અલગલ ભાગોમાં ભીષણ લૂની સ્થિતિ બનેલી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X