Weather Update: હોળીમાં આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો દેશનુ હવામાન
ઉત્તર ભારતમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે હવાની દિશા પશ્ચિમથી દક્ષિણ-પૂર્વી દિશા થઈ ગઈ છે. આ ઉપરાંત બંગાળની ખાડી પાસે અને પાકિસ્તાન ગુજરાત સીમા વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયુ છે.

Weather Update: હોળીના સમયે દેશના હવામાનમાં ચડાવ-ઉતાર ચાલુ જ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત અને રાજસ્થાન સહિત દેશના ઘણા ભાગોમાં હળવાથી માંડીને ભારે વરસાદ નોંધાયો. ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા. નોંધનીય છે કે હવામાન વિભાગે ગુજરાત, દક્ષિણ મધ્ય પ્રદેશ, ઉત્તર મહારાષ્ટ્ર અને પશ્ચિમી મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડમાં તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં ફેરફાર
ઉત્તર ભારતમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે હવાની દિશા પશ્ચિમથી દક્ષિણ-પૂર્વી દિશા થઈ ગઈ છે. આ ઉપરાંત બંગાળની ખાડી પાસે અને પાકિસ્તાન ગુજરાત સીમા વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયુ છે. આના કારણે ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે.

દિલ્લીમાં વાતાવરણ ખુશનુમા
દિલ્લીમાં આજે અને આવતીકાલે વાદળો છવાયેલા રહેશે. આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 17 ડિગ્રીની આસપાસ રહી શકે છે. જોકે, વાદળછાયા વાતાવરણને કારણે આજે અહીં વાતાવરણ ખુશનુમા છે. એનસીઆરમાં નોઈડામાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી, ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ગુરુગ્રામમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની ધારણા છે. તો બીજી તરફ પશ્ચિમ યુપીમાં આજે વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડશે.

આ રાજ્યોમાં પડશે વરસાદ
દક્ષિણના રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં આજે હવામાન શુષ્ક રહેશે અને આ સ્થળોએ તાપમાનનો પારો 29થી ઉપર રહેશે, જ્યારે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે ઈન્દોરમાં , ઉજ્જૈન, સાગર, રીવામાં આજે પણ વરસાદ અને કરા પડવાની સંભાવના છે, જ્યારે પાલઘર, થાણે, નાસિક, અહેમદનગર જિલ્લામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે.

ખેડૂતો માટે એલર્ટ
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક કે બે જગ્યાએ વરસાદ અને સિક્કિમ સહિત ઊંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય તમિલનાડુ, છત્તીસગઢ, વિદર્ભ, પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ કમોસમી વરસાદ રવિ પાકને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખેડૂતોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
