Weather Update: દેશના ઘણા ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના, આવતા 5 દિવસ સુધી માછીમારોને ચેતવણી
Weather Update: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થયો નથી અને આગામી 5 દિવસ સુધી દેશમાં હીટવેવની સ્થિતિ રહેશે નહીં. રાજધાની દિલ્હીમાં થોડા દિવસો સુધી વાતાવરણ ખુશનુમા રહેશે. દિલ્હીમાં આજે શનિવારે (06 મે) વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે હરિયાણા અને પંજાબમાં વીજળી અને તેજ પવન સાથે કરા પડશે. આગામી થોડા દિવસોમાં ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ પ્રદેશો સહિત ભારતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 7થી 9 મે દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન, 6 અને 7 મેના રોજ ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે (6 મે) આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાતનું પરિભ્રમણ થવાની સંભાવના છે, જેના કારણે 7મી મેની આસપાસ આ જ પ્રદેશમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે.
IMDએ કહ્યુ છે કે 8 મેના રોજ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર ડિપ્રેશન કેન્દ્રિત થવાની સંભાવના છે. ત્યારપછી, મધ્ય બંગાળની ખાડી તરફ લગભગ ઉત્તર તરફ આગળ વધીને તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગના દૈનિક બુલેટિનમાં તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં 7 મેના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે 7 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
IMDએ માછીમારોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આંદામાન સમુદ્રના પાણીમાં ન જવાની સલાહ આપી છે. આ વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધી પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.આગામી 2 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.












Click it and Unblock the Notifications
