Weather Update: દિલ્લીમાં આંધી-તોફાન સાથે કરા-વરસાદનુ એલર્ટ, ઉત્તર ભારતને ઠંડીથી રાહત, જાણો દેશભરનુ હવામાન

Weather Update: ઉત્તર ભારતના લોકોને હવે કડકડતી ઠંડીથી રાહત મળી છે. પરંતુ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાનો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી દિવસોમાં ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

આઈએમડીએ કહ્યું છે કે પશ્ચિમ હિમાલય તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે. દિલ્હીમાં વાવાઝોડાની સાથે કરા પડવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

weather

Weather forecast: જાણો કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન?

19થી 21 ફેબ્રુઆરી દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં વરસાદ અને કરા પડી શકે છે. ઉત્તરાખંડમાં 19 ફેબ્રુઆરીએ હિમવર્ષાનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વળી, 18-20 ફેબ્રુઆરી વચ્ચે છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કરા પડી શકે છે.

18 અને 19 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 19 ફેબ્રુઆરી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડી વેધરે જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં 18 અને 19 ફેબ્રુઆરી 2024ના રોજ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં 17 ફેબ્રુઆરીથી લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની સ્થિતિમાં આગામી એક-બે દિવસમાં સુધારો થશે. 17થી 22 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 7 થી 10 ડિગ્રીની વચ્ચે રહેશે.

આજે અને 18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં સવારે ધુમ્મસ અને પછી વાદળોની અવરજવર જોવા મળશે. તે પછી 19થી 21 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં વરસાદ પડશે. 20 ફેબ્રુઆરીએ કરા પડવાની પણ સંભાવના છે. 22મી ફેબ્રુઆરીએ પણ વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X