Weather Updates: રાજસ્થાનમાં પારો 43ને પાર, ગુજરાતમાં હીટવેવ, આગ્રામાં ગરમીએ તોડ્યો રેકૉર્ડ

દેશના ઘણા રાજ્યોમાં લૂ લાગવાની સંભાવના છે અને આના કારણે દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.

નવી દિલ્લીઃ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીએ લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. ભીષણ ગરમીના કારણે લોકોને અત્યારથી જ દિવસના સમયે બહાર નીકળવુ મુશ્કેલ બની રહ્યુ છે. વળી, ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે દેશના ઘણા રાજ્યોમાં લૂ લાગવાની સંભાવના છે અને આના કારણે દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ચુરુમાં પારો 43 ડિગ્રીને પાર

ચુરુમાં પારો 43 ડિગ્રીને પાર

રાજસ્થાન અત્યારથી જ ઉકળી રહ્યુ છે. રાજ્યના લગભગ બધા જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિસથી ઉપર પહોંચી ગયુ છે. વળી, ચુરુમાં કાલે પારો 43 ડિગ્રીને પાર કરી ગયો છે. હવામાન વિભાગે રાજ્યમાં હીટ વેવનુ એલર્ટ આપ્યુ છે. આવનારા દિવસોમાં રાજસ્થાનમાં ગરમીની આ જ સ્થિતિ રહેશે. ડુંગરપુર, ઝુંઝુનુ, સીકર, ટોંક, કોટા, બુંદી, જયપુર, ધોલપુર, કરોલીમાં ગરમ પવન ફૂંકાવાનુ અનુમાન છે. ગુજારાતમાં અમુક જિલ્લાઓમાં પારો 40 ડિગ્રી પહોંચી ગયો છે. હવામાન વિભાગ દ્વારા અહીં પણ હીટવેવની સંભાવનાને પગલે એલર્ટ આપવામાં આવ્યુ છે.

આગ્રામાં ગરમીએ તોડ્યા રેકૉર્ડ

આગ્રામાં ગરમીએ તોડ્યા રેકૉર્ડ

માર્ચમાં જ જૂનની ગરમી હાલમાં લોકોને સહન કરવી પડી રહી છે. આગ્રામાં બુધવારે પારો 42 ડિગ્રી પહોંચીને રેકૉર્ડ બનાવી દીધો. યુપીના બીજા શહેર ઝાંસીમાં પણ કાલે પારો 42.1 ડિગ્રી સુધી પહોંચી ગયો. દેશમાં ગુજરાત, રાજસ્થાન, દિલ્લી, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં હીટવેવ માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં 1 એપ્રિલે હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે.

હળવા વરસાદની સંભાવના

હળવા વરસાદની સંભાવના

વિદર્ભ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં હળવા વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. વળી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અમુક જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. બિહારના અમુક શહેરોમાં આજે હળવા વરસાદનના અણસાર છે. હવામાન વિભાગે લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે કહ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X