Cold Wave: સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ, આબુનો પારો -2 ડિગ્રી, યુપી-બિહારમાં વરસાદ

Weather Updates: કડકડતી ઠંડી દરમિયાન વરસાદ પડ્યા બાદ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી ગયો છે. દિલ્હી, હરિયાણા અને ચંદીગઢ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું ઓછું નોંધાયું હતું. દિલ્હીમાં કાતિલ ઠંડી વચ્ચે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.

દિલ્હીના પાલમમાં મહત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે ચંદીગઢમાં મહત્તમ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ હતું. જ્યારે હરિયાણાના અંબાલામાં મહત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ અને પંજાબના પટિયાલામાં મહત્તમ તાપમાન 11.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Cold Wave

છેલ્લા 24 કલાકમાં ઉત્તર ભારતીય રાજ્યો પંજાબ, હરિયાણા, પૂર્વ ઉત્તર પ્રદેશ, આસામ અને મેઘાલયના અલગ-અલગ ભાગોમાં મધ્યમ ધુમ્મસ નોંધાયું હતું. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં હળવા ધુમ્મસની નોંધ કરવામાં આવી હતી.

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ઠંડીનો માહોલ છે. ધુમ્મસના કારણે ફ્લાઈટોને પણ અસર થઈ છે. હવામાન વિભાગે શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. ઘરોમાં પણ લોકો ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. લોકો ઠંડીથી બચવા તમામ પ્રયાસ કરી રહ્યા છે. ઠંડીનો કહેર જોતા હવામાન વિભાગે આ સપ્તાહે ગુરુવારે યલો એલર્ટ બદલીને ઓરેન્જ એલર્ટ કરી દીધું હતું. શુક્રવારે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ હરિયાણામાં ઘણી જગ્યાએ, રાજસ્થાનના કેટલાક સ્થળોએ અને પંજાબના કેટલાક ભાગોમાં વારંવાર તીવ્ર ઠંડીની સ્થિતિ પ્રવર્તતી હતી. દિલ્હીમાં કેટલાક સ્થળોએ અને ઉત્તર એમપીના અલગ ભાગોમાં કાતિલ ઠંડીની સ્થિતિ પ્રવર્તતી હતી. ઉત્તર પ્રદેશમાં બર્ફીલા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મધ્યપ્રદેશના ચિત્રકૂટ, પ્રયાગરાજ સહિત બુંદેલખંડમાં વરસાદને કારણે પારો ઝડપથી નીચે ગયો છે. હવામાન વિભાગે ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરી છે.

હવામાન વિભાગના આંકડા મુજબ રાજસ્થાનમાં 8 શહેરોનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું છે. સિરોહી જિલ્લાના આબુમાં આ અઠવાડિયે બુધવારે રાત્રે તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ઘણું ઓછું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધતાં દિવસભર ધુમ્મસ છવાયું હતું. બરફ જમા થવાને કારણે ઠંડા પવનો વધુ તેજ બન્યા છે. જયપુર અને અલવર, શ્રીગંગાનગર, હનુમાનગઢ, ઝુંઝુનુ, ધોલપુર, ભરતપુર, અલવરમાં છેલ્લા કેટલાક કલાકોમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો છે.

મધ્ય પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ભોપાલ ડિવિઝનની સાથે ઈન્દોર, નર્મદાપુરમ, ઉજ્જૈન, ગ્વાલિયર, રીવા, જબલપુર, સાગર ડિવિઝનમાં કેટલાક સ્થળોએ વરસાદ નોંધાયો છે. અન્ય તમામ વિભાગોમાં હવામાન સૂકુ રહ્યું હતું. ભીંડ, મોરેના, શિવપુરી, ગ્વાલિયર, દાતિયા, પન્ના, સતના, ગુના, અશોકનગર, નિવારી, ટીકમગઢ, સાગર, છતરપુર, નીમચ, મંદસૌર, રતલામ અને દમોહમાં મધ્યમથી ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું હતું. ઉજ્જૈન, અગર માલવા, રાજગઢ, દેવાસ, શાજાપુર, ઝાબુઆ, અલીરાજપુર, ધાર, બરવાની, ખરગોન, દમોહ, ભોપાલ, વિદિશા, રાયસેન, નરસિંહપુર, શહડોલ, અનુપપુર, રીવા, સીધી, સિંગરૌલી જિલ્લાઓમાં તાપમાનમાં ઝડપથી ઘટાડો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X