Weather Updates: ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ગરમીનુ રૌદ્ર રુપ યથાવત, ઘણા રાજ્યોમાં હીટવેવનુ એલર્ટ
સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની તાંડવ યથાવત છે. જાણો હવામાન અપડેટ.
નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીની તાંડવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ દિલ્લી સહિત ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશમાં લૂની સંભાવના છે અને આ રાજ્યોમાં પારો 40થી 44 ડિગ્રી વચ્ચે રહી શકે છે. માટે આ બધી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

અલગ અલગ ભાગોમાં લૂના કારણે એલર્ટ, સાવચેત રહેવાનુ સૂચના
હવામાન વિશેષજ્ઞોને ચેતવણી જાહેર કરીને કહ્યુ કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ચાલી રહેલ હીટવેવ હવે લોકોને ઘણા હેરાન કરશે માટે બધાએ સાવચેત રહેવાની જરુર છે. ઘરની બહાર નીકળો ત્યારે માથુ અને શરીર ઢાંકીને રાખવુ. હવામાનની માહિતી આપતા સ્કાઈમેટે પણ આવતા 24 કલાક દરમિયાન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્લી, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, આંતરિક ઓરિસ્સા, બિહાર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં લૂ લાગવાની સંભાવના વ્યક્ત કરી છે.

કેરળ અને કર્ણાટકમાં હળવા વરસાદના અણસાર
હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં પણ ગરમીએ કહેર વરસાવ્યો છે. લોકોને બહાર નીકળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વળી, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલયના અમુક જિલ્લાઓ સાથે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં હળવા વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે.

ચક્રવાતી પવનનુ બન્યુ ક્ષેત્ર
વળી, આગલા 24થી 48 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, તેલંગાના, સિક્કિમ, પૂર્વોત્તર ભારત અને ઉપ-હિમાયલી પશ્ચિમ બંગાળના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. વળી, એક ચક્રવાતી પવનનુ ક્ષેત્ર ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ આસામની આસપાસના ક્ષેત્રો પર બનેલુ છે. જેનાથી વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થવાના અણસાર છે.












Click it and Unblock the Notifications
