Weather Updates: પહાડી પ્રદેશોમાં ભારે વરસાદ અને હિંમવર્ષાનુ એલર્ટ, દિલ્લીમાં ગરમી વધી, જાણો મોસમના હાલ

દેશમાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે પરંતુ ઉત્તરમાં પહાડી પ્રદેશોમાં હજુ પણ ભારે વરસાદ અને હિમવર્ષાનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. અહીં 21 ફેબ્રુઆરી સુધી હવામાન ખરાબ રહી શકે છે.

Weather Updates: છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલ ઠંડા પવનોનુ જોર ઘટતા હવે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે અને ઠંડીથી રાહત મળી છે. હવામાન વિભાગનુ અનુમાન છે કે દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં આવનારા દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થશે. હવામાન વિભાગ તરફથી એક લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાહેર કરવામાં આવ્યુ છે જેના લીધે હવામાન પ્રભાવિત થઈ શકે છે.

દિલ્લીમાં 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે

દિલ્લીમાં 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે

દિલ્લીની વાત કરીએ તો અહીં આજે હવામાન સાફ રહેશે અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેશે. દિલ્લી-એનસીઆરમાં તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે રવિવારથી દિલ્લીના હવામાનમાં ફેરફાર થઈ શકે છે અને હળવો વરસાદ જોવા મળશે પરંતુ ગરમી યથાવત રહેશે. દિલ્લીમાં સરેરાશ વાયુ ગુણવત્તા આજે 351 એટલે કે ખૂબ ખરાબ શ્રેણીમાં આંકવામાં આવી છે.

આ સ્થળોએ પડશે વરસાદ અને હિમવર્ષા

આ સ્થળોએ પડશે વરસાદ અને હિમવર્ષા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં અમુક ભાગોમાં હળવો વરસાદ અને હિમવર્ષા સંભવ છે. અરુણાચલ પ્રદેશ, પૂર્વ આસામ અને અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના દક્ષિણ ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. આ ક્ષેત્રોમાં 21 ફેબ્રુઆરી સુધી હવામાન ખરાબ રહી શકે છે. દેશના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભાગોમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

અહીં હવામાન રહેશે સૂકુ

અહીં હવામાન રહેશે સૂકુ

દક્ષિણમાં આંધ્ર પ્રદેશ, તેલંગાના અને કર્ણાટકમાં આજે તાપમાન વધ્યુ છે. આસામ અને સિક્કિમમાં વરસાદના અણસાર છે. મહારાષ્ટ્ર, બંગાળ અને ઓરિસ્સામાં મહત્તમ તાપમાનમાં વધારો થશે અને આજે અહીં હવામાન સાફ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X