Weather Updates: 'અસાની'ના કારણે 8 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના પરંતુ દિલ્લીમાં હીટવેવ

વાવાઝોડા 'અસાની'ના કારણે હવામાનમાં ઉથલ-પાથલ ચાલુ છે.

નવી દિલ્લીઃ વાવાઝોડા 'અસાની'ના કારણે હવામાનમાં ઉથલ-પાથલ ચાલુ છે. આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બંગાળમાં તો પહેલેથી ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, તેલંગાના, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદની સંભાવના છે અને આના કારણે બિહારના 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જો કે, હવામાન વિભાગનુ કહેવુ છે કે વાવાઝોડા 'અસાની'ની બહુ વધુ અસર બિહારમાં નહિ થાય પરંતુ તેમછતાં અમુક જગ્યાઓએ આંધી-તોફાન આવી શકે છે.

વાવાઝોડા 'અસાની'ની વર્તમાન સ્થિતિ

વાવાઝોડા 'અસાની'ની વર્તમાન સ્થિતિ

હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડુ 'અસાની' હાલમાં આખા દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 590 કિમી પર અને ગોપાલપુર, ઓરિસ્સાથી લગભગ 510 કિમી દૂર છે અને તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે.

8 રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ

8 રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ

આના કારણે આજે અરુણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદના અણસાર છે અને આના માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. માછીમારોને સમુદ્રમાં જવાથી રોકવામાં આવ્યા છે.

તેલંગાનામાં ભારે વરસાદના અણસાર

તેલંગાનામાં ભારે વરસાદના અણસાર

વળી, તેલંગાનામાં પણ આગલા બે દિવસ સુધી વરસાદ થવાના અણસાર છે. હવામાન વિભાગના નિર્દેશક નાગા રત્નાનુ કહેવુ છે કે તેલંગાનામાં આગલા બે દિવસ દરમિયાન ભારે વરસાદ અને વિજળી પડવાની સંભાવના છે. વળી, આઈએમડી ભુવનેશ્વરના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસના જણાવ્યા મુજબ આગલા 24 કલાક દરમિયાન વાવાઝોડુ હજુ નબળુ પડી જશે.

દિલ્લી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં લૂની વાપસી

દિલ્લી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં લૂની વાપસી

એક તરફ વાવાઝોડા 'અસાની'ના કારણે ઉપરોક્ત રાજ્યોમાં ભારે વરસાદનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. ત્યાં બીજી તરફ દિલ્લી, એમપી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં લૂની વાપસી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગલા 5 દિવસ સુધી આ રાજ્યોમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરી છે અને પારો 44 ડિગ્રી આસપાસ પહોંચવાના અણસાર વ્યક્ત કર્યા છે. હવામાન વિભાગે દિલ્લી, એમપી, પંજાબ અને હરિયાણામાં લૂ માટે યલો એલર્ટ અને રાજસ્થાનમાં ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X