Weather Updates: ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, મહારાષ્ટ્રમાં એલર્ટ
હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે
નવી દિલ્લીઃ હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આજે સવારે વરસાદ થયો છે. વળી, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે દિલ્લીના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને વરસાદનો આ દોર આગલા ઘણા દિવસો સુધી ચાલુ રહેવાનો છે. આજે સવારે વરસાદ થવાના કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લા જળમગ્ન થઈ ગયા. વળી, આગલા 24 કલાક દરમિયાન અહીં ભારે વરસાદ થઈ શકે છે. અહીં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગુજરાતમાં 8-9 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત, છત્તીસગઢ, મરાઠવાડા, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી કોંકણમાં આઠ-નવ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે માટે અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. વળી, આઈએમડીએ કહ્યુ છે કે આજે કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તેમજ તેલંગાના, આંધ્ર પ્રદેશમાં જોરદાર વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં આપવામાં આવ્યુ એલર્ટ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પંજાબ અને જમ્મુ તેમજ પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદના અણસાર છે અને આના કારણે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, આવતા 2 કલાક દરમિયાન નરેલા(દિલ્લી) અને જઝ્ઝર, સોનીપત, ખેકરા(હરિયાણા), ખરખોદા, બાગપત(યુપી) અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
સ્કાઈમેટના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન ગુજરાત, દિલ્લી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્ય પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાના, આંધ્રપ્રદેશમાં જોરદાર વરસાદ થઈ શકે છે અને અહીં એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ હતુ કે સપ્ટેમ્બરમાં જોરદાર વરસાદ થશે.
વામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આજે સવારે વરસાદ થયો છે. વળી, દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજે દિલ્લીના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને વરસાદનો આ દોર આગલા ઘણા દિવસો સુધી ચાલુ રહેવાનો છે.












Click it and Unblock the Notifications
