IMD Update: શીત લહેરના પ્રકોપના કારણે હવામાન વિભાગે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું કરવુ અને શું ના કરવુ?

IMD Update(Dos-Donts): દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આ સમયે ઠંડીથી ઠુઠવાઈ રહ્યું છે. ગાઢ ધૂમ્મસ અને કાતિલ ઠંડીના કારણે લોકોનું જનજીવન મુશ્કેલ બની ગયું છે. યુપીના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદ પડ્યો છે, જેના કારણે તાપમાનનો પારો વધુ નીચે ગયો છે.

લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ગાઢ ધૂમ્મસના કારણે દિલ્હી આવતી-જતી 26 ટ્રેનો મોડી ચાલી રહી છે. એર ફ્લાઈટને પણ પ્રતિકૂળ અસર થઈ રહી છે.

fog

ખરાબ હવામાનને જોતા હવામાન વિભાગે એડવાઈઝરી જાહેર કરીને કહ્યું છે કે આગામી ત્રણ-ચાર દિવસ સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળો અને જો તમે બહાર જાવ તો નીચે આપેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરો.

હવામાન વિભાગની ગાઈડલાઈન

  • બાળકો અને વૃદ્ધો બંને ઠંડા મોજાનો સીધો શિકાર બને છે, તેથી તેમની સંભાળ રાખો. ગરમ કપડાં પહેરો, ખુલ્લા પગ ના રાખો.
  • હવામાન વિશે અપડેટ મેળવ્યા પછી જ ઘરની બહાર નીકળો. ઘરમાં રહો અને તાજો ખોરાક ખાઓ અને શુદ્ધ પાણી પીઓ. ઘરમાં ખાદ્યપદાર્થો, પાણી અને સામાન્ય દવાઓની પૂરતી વ્યવસ્થા રાખો.
  • શરદી અને ઉધરસ પ્રત્યે બેદરકાર ન રહો, જો તે જલ્દી ઠીક ન થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
  • ઠંડા હવામાનમાં મુસાફરી ઓછી કરો. તમારી જાતને સૂકી રાખો. કામ માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરો.
  • શરીરનું તાપમાન સંતુલિત જાળવવા માટે દરરોજ વ્યાયામ કરો.
  • ઘણી વખત ઠંડી વધવાને કારણે શરીરના ખુલ્લા ભાગો ફૂલી જાય છે અથવા તેના પર ફોલ્લા પડી જાય છે, જેને તબીબી ભાષામાં ફ્રૉસ્ટબાઈટ કહેવામાં આવે છે, તેથી હાથ-પગના મોજાઅને મફલર પહેરો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશમાં ભારે ઠંડી પડવાની સંભાવના છે. તેથી દરેક વ્યક્તિએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે થોડી બેદરકારી પણ મોટી બીમારીઓનું કારણ બની શકે છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, દિલ્હીમાં આજે સવારે તાપમાન 7.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં આજે વરસાદ પડી શકે છે, જ્યારે હિમાચલ-ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આજે ભારે હિમવર્ષા થશે, જ્યારે કાશ્મીરની ઘણી જગ્યાએ પારો શૂન્યથી નીચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X