Weather Updates: આવતા અમુક કલાકોમાં દિલ્લી સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, એલર્ટ અપાયુ
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી રહી છે કે આવતા 2 કલાક દરમિયાન આ જગ્યાએ વરસાદની સંભાવના છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાનીને મોનસુન માટે હજુ પણ રાહ જોવી પડશે. આઈએમડીએ કહ્યુ છે કે 7-8 જુલાઈ પહેલા દિલ્લીમાં મોનસુન નહિ પહોંચી શકે. વળી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી રહી છે કે આવતા 2 કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિલ્લી, ફારુખનગર, ભિવાની, ચરખી-દાદરી, ભિવાડી, ઝજ્જર(હરિયાણા) અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ થવાની સંભાવના છે અને આના કારણે તેને આ વિસ્તારોમાં એલર્ટ આપી દીધુ છે.

આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
તમને જણાવી દઈએ કે દિલ્લી, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમી રાજસ્થાનમાં હજુ સુધી ચોમાસુ પહોંચ્યુ નથી. લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આઈએમડીએ કહ્યુ છે કે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થઈ ગયુ છે માટે રાજધાનીમાં ચોમાસાની એન્ટ્રી 7-8 જુલાઈ પહેલા નહિ થઈ શકે.

ભારે વરસાદનુ એલર્ટ
દક્ષિણમાં વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે કર્ણાટકમાં 5 જુલાઈથી લઈને 8 જુલાઈ સુધી ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ઝડપી પવન અને ભારે વરસાદના અણસાર છે. ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પણ આજથી લઈને આવતા 3 દિવસ સુધી માટે ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે.

આવતા 24 કલાકમાં વરસશે વાદળ
ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આવતા અમુક કલાકો દરમિયાન કુરુક્ષેત્ર, કરનાલ, પાનીપત(હરિયાણા)ની આસપાસના વિસ્તારોમાં હળવી તીવ્રતાનો વરસાદ સંભવ છે. વળી, ઉત્તરી બિહાર, ઉત્તર યુપી અને ઉત્તરાખંડના હિમાલયી વિસ્તારમાં આજે અને કાલે વરસાદમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ જો કે ભારતમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં હજુ ચોમાસુ આવ્યુ નથી પરંતુ 1થી 20 જૂન વચ્ચે દેશમાં 41 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાક દરમિયાન દિલ્લી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. વળી, પૂર્વોત્તરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં ભારે વરસાદ થઈ શકે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
