Weather Updates: ચોમાસુ સક્રિય, 7 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, અપાયુ ઑરેન્જ એલર્ટ
Weather Updates: કાશ્મીરથી કન્યા કુમારી સુધી હવામાનમાં પલટો આવી રહ્યો છે. હિમાચલમાં આ વખતે કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે, હવે વિરામ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે, જેના કારણે દેશના ઘણા રાજ્યોમાં આજથી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
IMDએ 7 રાજ્યોમાં ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ 7 રાજ્યો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને અરુણાચલ પ્રદેશ છે. 21થી 24 ઓગસ્ટ માટે ઑરેન્જ એલર્ટ જાહેર કરીને હવામાન વિભાગે લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજથી આગામી 3 દિવસ સુધી હિમાચલ અને ઉત્તરાખંડમાં 204.4 મિમી સુધીનો વરસાદ થઈ શકે છે અને ઘણી જગ્યાએ પૂર અને ભૂસ્ખલન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હિમાચલ હાલમાં વરસાદને કારણે ભારે વિનાશનો સામનો કરી રહ્યું છે. અહીં બે મહિનામાં ભારે વરસાદને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું છે.
બીજી તરફ ઉત્તરાખંડમાં વરસાદનુ તાંડવ ચાલુ છે, અહીં પણ ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, આવી સ્થિતિમાં ફરી એકવાર ભારે વરસાદની ચેતવણીએ અહીંના લોકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે યુપીમાં 204.4 મીમી સુધી વરસાદની આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે યુપીમાં હજુ સુધી અપેક્ષા મુજબ વરસાદ થયો નથી. વરસાદે યૂપીના પશ્ચિમમાં લોકોને પરેશાન કર્યા છે પરંતુ પૂર્વ વિસ્તારો હજુ પણ આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે, પૂર્વ યુપીના વિસ્તારના લોકો માટે વરસાદનું એલર્ટ રાહતની વાત છે. બીજી તરફ પશ્ચિમ યુપીના લોકો માટે ચિંતાનો વિષય છે. એમપીમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આ બધા ઉપરાંત, હવામાન વિભાગે પૂર્વોત્તરમાં પણ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાં આગામી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની શક્યતા છે, જ્યારે બિહાર-બંગાળમાં આજે ભારે વરસાદ પડી શકે છે.
બિહારના 18 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં પૂર્વ ચંપારણ, પશ્ચિમ ચંપારણ, અરરિયા, કિશનગંજ, રોહતાસ અને બક્સરમાં ભારે વરસાદની સંભાવના છે. આ બધા સિવાય દિલ્હી, પંજાબ, હરિયાણા, NCR, ગુજરાત અને રાજસ્થાનમાં આજથી આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેના લીધે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
