Weather Updates: હવે ગરમી વધશે, અમુક રાજ્યોમાં વધ્યુ તાપમાન, પરંતુ અહીં હિમવર્ષા-વરસાદની સંભાવના

દેશના હવામાનમાં હાલમાં ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. અમુક જગ્યાએ ગરમી તો અમુક જગ્યાએ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવો જાણીએ શું કહે છે આજની હવામાન અપડેટ.

Weather Updates: હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે. ધીમે-ધીમે ઠંડી વિદાયના આરે છે. લોકોને ઠંડીમાં રાહત મળવા સાથે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે. જો કે, પહાડોથી આવતા ઠંડા પવનોના કારણે હજુ પણ તાપમાનમાં ચડાવ-ઉતાર ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્લીમાં હવામાન ચોખ્ખુ રહેશે. બુધવારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની શક્યતા છે.

દિલ્લીમાં હવામાન રહેશે સાફ

દિલ્લીમાં હવામાન રહેશે સાફ

દિલ્લી-એનસીઆરમાં હવામાન ખુશનુમા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતા બેથી ત્રણ દિવસમાં આકાશમાં વાદળા રહેશે. જો કે, વરસાદની કોઈ સંભાવના નથી. દિલ્લી-એનસીઆરમાં 19થી 20 ફેબ્રુઆરી સુધી મહત્તમ તાપમાન 30 ડિગ્રી પહોંચવાનુ અનુમાન છે.પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ પડી રહી છે. પહાડો પરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી-એનસીઆર ઉપરાંત ઘણા વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચાલતા ઠંડા પવનોને કારણે અનેક વિસ્તારોમાં સવાર-સાંજ ઠંડીમાં વધારો થયો છે.

આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના

આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના

નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 17 ફેબ્રુઆરી સુધી જોવા મળી શકે છે. જેના કારણે આગલા અમુક દિવસો સુધી લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અમુક ભાગોમાં હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. કોંકણ, ગોવા અને ઉત્તર કર્ણાટકમાં તાપમાન વધશે અને આગામી બે-ત્રણ દિવસમાં અહીં તાપમાન 35થી 38 ડિગ્રી સુધી જઈ શકે છે. તો દક્ષિણના રાજ્યોમાં આજે હવામાન સૂકુ રહેશે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકનુ હવામાન આજે સૂકુ રહેશે. જો કે આજે આસામ અને પૂર્વોત્તરમાં હળવો વરસાદ પડી શકે છે.

દિવસ અને રાતના તાપમાનમાં વધારો થશે

દિવસ અને રાતના તાપમાનમાં વધારો થશે

હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આગલા બે-ત્રણ દિવસ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના ઉપરના વિસ્તારોમાં વરસાદની સાથે હિમવર્ષાની સંભાવના છે. દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X