Weather Updates: યુપી-રાજસ્થાનમાં આંધી-તોફાનની સંભાવના, ઉત્તરાખંડમાં મુસાફરી ન કરવાની સૂચના

હવામાન વિભાગે કહ્યુ છે કે આજથી યુપીમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ પ્રારંભ થઈ શકે છે. જાણો લેટેસ્ટ અપડેટ...

નવી દિલ્લીઃ બુધવારે રાતથી દિલ્લી-એનસીઆરમાં વરસાદ થઈ રહ્યો છે. વળી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દેશના બીજા રાજ્યોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આજથી યુપીમાં પ્રી-મોનસુન ગતિવિધિઓ પ્રારંભ થઈ શકે છે. તેણે યુપી, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ભારે વરસાદનુ એલર્ટ જાહેર કર્યુ છે.

ચોમાસુ ગમે ત્યારે ઉત્તર પ્રદેશમાં દસ્તક દઈ શકે છે

ચોમાસુ ગમે ત્યારે ઉત્તર પ્રદેશમાં દસ્તક દઈ શકે છે

IMDના જણાવ્યા મુજબ ચોમાસુ ગમે ત્યારે યુપીમાં દસ્તક આપી શકે છે. તે આગામી બે દિવસમાં યુપીને તેનુ ગંતવ્ય સ્થાન બનાવી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી પાંચ દિવસ યુપી, ઉત્તરાખંડ, બિહાર અને રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તરાખંડમાં આંધીની સંભાવના

ઉત્તરાખંડમાં આંધીની સંભાવના

હવામાન વિભાગે કહ્યુ છે કે ઉત્તરાખંડમાં 17 જૂને વાવાઝોડાની સંભાવના છે. આવી સ્થિતિમાં પોલીસે ટ્વિટ કરીને લોકોને ખરાબ હવામાનમાં મુસાફરી કરવાનુ ટાળવાની સૂચના આપી છે.

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજસ્થાનના 11 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચોમાસાના કારણે મુંબઈ, ગોવા, કોંકણ, તમિલનાડુ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. IMDમાં આજે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

અમુક ભાગોમાં ધૂળ ભરેલી આંધી આવી શકે છે

સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારતના બાકીના ભાગો, બિહારના ભાગો, પૂર્વ મધ્ય પ્રદેશ, કેરળના ભાગો, દરિયાકાંઠાના કર્ણાટક, રાયલસીમા, લક્ષદ્વીપ અને તમિલનાડુમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, દિલ્હી , ઉત્તર અને ઉત્તરપૂર્વ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશના ભાગોમાં ધૂળની ડમરીઓ અને ભારે વરસાદ પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X