દિલ્લીમાં ઝરમર વરસાદ પછી ફરીથી ભીષણ ગરમી, IMDએ કહ્યુ પારો પહોંચશે 44 ડિગ્રીએ, જાણો ક્યાં થશે વરસાદ?

હવામાન વિભાગે જણાવ્યુ છે કે ઝરમર વરસાદથી ગરમી ઘટવાની નથી. જાણો હવામાન એપડેટ..

નવી દિલ્લીઃ ગરમીથી તપી રહેલ હવામાન છેવટે થોડુ હળવુ પડ્યુ અને દેશના સૌથી મોટા રાજ્ય યુપી-રાજસ્થાનના ઘણા ભાગોમાં કાલે સાંજથી મોડી રાત સુધી ધૂળ ભરેલી આંધી આવી. વળી, રાજધાની દિલ્લીમાં ઝરમર વરસાદ વરસ્યો. હવે હવામાન વિભાગે જણાવ્યુ છે કે ઝરમર વરસાદથી ગરમી ઘટવાની નથી. આવનારા 2-3 દિવસોમાં પણ દિલ્લીની સ્થિતિમાં કોઈ સુધારની આશા નથી. અહીં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાનુ અનુમાન છે.

રાજધાની દિલ્લીમાં ઝરમર વરસ્યો વરસાદ

રાજધાની દિલ્લીમાં ઝરમર વરસ્યો વરસાદ

દિલ્લીના અમુક ભાગોમાં ઝડપી પવન સાથે ગઈ કાલે સાંજે હળવો વરસાદ વરસ્યો જેનાથી લોકોને ભીષણ ગરમીથી થોડી રાહત મળી. વળી, હવામાન વિભાગે હવે ચેતવણી આપી છે કે 26 એપ્રિલથી 28 એપ્રિલ સુધી દિલ્લી અને આસપાસના વિસ્તારોમાં આકાશમાં વાદળો નહિ રહે જેના કારણે જોરદાર તડક નીકળશે. દિવસે લૂ લાગશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ હવામાન ગરમ રહેશે. વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે દિલ્લીનુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાનુ અનુમાન છે. આ સાથે જ આઈએમડીએ લોકોને સતર્ક રહેવા માટે કહ્યુ છે.

44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તાપમાન

44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે તાપમાન

હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યુ છે કે આગામી ગુરુવાર સુધી તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 28 એપ્રિલથી રાષ્ટ્રીય રાજધાનીમાં લૂ લાગવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં સોમવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી ઉપર નોંધવામાં આવ્યુ જેમાં સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ શહેરનુ સૌથી ગરમ સ્થળ રહ્યુ. ગુજરાત, બિહાર, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઝારખંડ, આંતરિક ઓરિસ્સા, રાજસ્થાન અને દક્ષિણ ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં હીટવેવની સ્થિતિના અણસાર છે.

ગાજવીજ સાથે થશે હળવો વરસાદ

ગાજવીજ સાથે થશે હળવો વરસાદ

હવામાન વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ હવે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના 28 એપ્રિલથી ઉત્તર પશ્ચિમી ભારતને પ્રભાવિત કરવાની સંભાવના છે. જો આ પ્રભાવી રહ્યુ તો ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. આઈએમડીએ પણ ભવિષ્યવાણી કરી છે કે આગલા 24 કલાક દરમિયાન આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ પૂર્વોત્તર ભારત, સિક્કિમ, કેરળ, દક્ષિણ તટીય કર્ણાટક અને આંતરિક તમિલનાડુના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, આંધ્ર પ્રદેશના ઉત્તરી તટ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમી હિમાલય પર અલગ-અલગ ભાગોમાં પણ હળવો વરસાદ સંભવ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ(IMD)હવામાનની ચેતવણી માટે ચાર રંગના કોડનો ઉપયોગ કરે છે. લીલો રંગ - સ્થિતિ સામાન્ય રહેશે, પીળો રંગ - જુઓ અને અપડેટ રહો, નારંગી - તૈયાર રહો અને લાલ રંગ - એલર્ટ થઈ જાવ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X