ક્યાંક મસ્તી ક્યાંક વિરોધ, આજના ખાસ ન્યૂઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો બિહારમાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો હતો, તો બીજી તરફ જેકી ચેને બાળકો સાથે મસ્તી કરી હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

રાહુલ ગાંધીનો મુખવટો પહેરી ઉજવણી
રાહુલ ગાંધીના 43માં જન્મ દિવસની ઉજવણી દરમિયાન બાળકોએ તેમનો મુખાવટો પહેર્યો હતો.

68મો જન્મદિવસ
મ્યાનમારના વિપક્ષી નેતા ઉંગ સાન સૂ કીએ તેમના 68મા જન્મ દિવસની ઉજવણી કરી હતી.

રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી
કોઇમ્બતુરમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના 43માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તે સંદર્ભે થંડુ મરિયામમ મંદિર ખાતે પૂજા કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ.

બાળકો સાથે મસ્તી
નવી દિલ્હીમાં એક પ્રોજેક્ટ સંદર્ભે આવેલા હોલિવુડ અભિનેતા જેકી ચેને બાળકો સાથે મસ્તી કરી હતી.

જર્મનીમાં ઓબામા
યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનું જર્મનીના બર્લીન ખાતે જર્મન ચાન્સેલર એન્જેલા મોર્કલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ
ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમીફાઇનલ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લંડનના ઓવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ હતી. જે દરમિયાન દક્ષિણ આફ્રિકાના કોલિન ઇન્ગ્રામની વિકેટ લીધા બાદ ખુશ જણાવો ઇંગ્લેન્ડનો બોલર જેમ્સ એન્ડરસન.

લાલ ચોકમાં વિરોધ
શ્રીનગરના લાલ ચોકમાં પોતાની માંગણીઓને લઇને વિરોધ કરી રહેલા સરકારી કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.

રસ્તા રોકો આંદોલન
રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુન્હાઓના વિરોધમાં પશ્ચિમબંગા ગણતાંત્રિક મહિલા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા રસ્તારોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

માલ વેચવાનો હક કરાર
નવી દિલ્હીમાં ડીપી વર્લ્ડ અને જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ વચ્ચે માલ વેચવાનો હક અંગેનો કરાર કરવામાં આવ્યો હતો ત્યારે હાજર રહેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી જીકે વસન, ડીપી વર્લ્ડના ચેરમેન સુલતાન અહેમદ બિન સુલાયેમ.

વિશ્વાસમત જીત્યા બાદ શુભેચ્છા
બિહારમાં ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ જેડીયુના મુખ્યમંત્રી નીતિશ કુમારને શુભેચ્છા પાઠવી રહેલા વિધાનસભા સ્પીકર ઉદય નારાયણ.












Click it and Unblock the Notifications
