અમદાવાદમાં ઉત્તરાખંડના પીડિતો માટે હવન
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો ઉત્તરાખંડમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકો આઇએએફ હેલિકોપ્ટરની પ્રતિક્ષા કરી રહ્યાં છે. તો બીજી તરફ અમદાવાદમાં આ ફસાયેલા પીડિતો માટે ખાસ હવન કરવામાં આવ્યું હતું. બોલિવુડના સમાચારની વાત કરવામાં આવે તો અભિનેત્રી વિદ્યા બાલને અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં અર્ચના કરી હતી. આવા કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

આઇએએફ હેલિકોપ્ટરની પ્રતિક્ષા
કેદારનાથ મંદિર નજીક બચાવ કાર્ય માટે લેન્ડિંગ કરી રહેલા આઇએએફના હેલિકોપ્ટરના લેન્ડિંગની પ્રતિક્ષા કરી રહેલા શ્રદ્ધાળુઓ.

સફળ લેન્ડિંગ
એસ્ટ્રોનટ ઝાંગ એક્સિઓગાઉંગ, નેઇ હાઇશેંગ અને વેંગ યાપિંગએ સિઝિવાગં બેનર ખાતે લેન્ડિંગ સાઇટ પર સફળ લેન્ડિંગ બાદ આ રીતે પોઝ આપ્યો હતો.

સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પ
શ્રીનગરમાં શેર એ કાશ્મિર ગુલામ અહેમદ મેહજૂર પર સ્પેશિયલ પોસ્ટલ સ્ટેમ્પ રજૂ કરવાના કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને જમ્મુ અને કાશ્મિરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ.

ગોલ્ડન ટેમ્પલે 'ઘનચક્કર' વિદ્યા
અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ ખાતે અર્ચના કરવા માટે આવેલી બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલન.

ડ્રગ વિરોધી દિવસ
કોલકતામાં આતંરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નીમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા પોલીસ કમિશનર સુરજિત કાર પુરકાયસ્થા, અભિનેત્રી રિતુપર્ણા સેનગુપ્તા અને ક્રિકેટર મનોજ તિવારી.

આહુવાલિયા સાથે કર્ણાટકના મુખ્યમંત્રી
નવી દિલ્હીમાં વાર્ષિક આયોજન યોજના અનુસંધાને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દાર્થ અને આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહુવાલિયા વચ્ચે બેઠક મળી હતી.

શાળાની વિદ્યાર્થિનીઓ સાથે યાત્રા
કાશ્મિરમાં એક રેલ લિંકના ઉદ્દઘાટન બાદ શાળાની વિદ્યાર્થિનીઓ સાથે મુસાફરી કરી રહેલા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ.

ભોપાલમાં કોંગ્રેસની રેલી
મધ્યપ્રદેશના ભોપાલમાં મહિલા એટ્રોસિટી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ.

પૂર પીડિતો માટે હવન
અમદાવાદમાં એક મંદિરમાં ઉત્તરાખંડના પૂર પીડિતો માટે લોકો દ્વારા હવન કરવામાં આવ્યો હતો.

દહેરાદૂનમાં વાયુસેનાના ચીફ
બુધવારે જવાનોનો જુસ્સો વધારવા માટે ભારતીય વાયુસેનાના ચીફ એનએકે બ્રાઉન દહેરાદૂન પહોંચ્યા હતા.

સૈનિકોને શ્રદ્ધાંજલિ
કાશ્મિરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં શહિદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થી સાથે જયલલિતા
ચેન્નાઇમાં શાળાના વિદ્યાર્થીઓને લેપટોપ આપ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે તસવીર ખેંચાવી રહેલા તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતા.

મ્યુચ્યુઅલ ફંડ સમિટ 2013
મુંબઇમાં મ્યુચ્યુઅલ ફંડ સમિટ 2013ની નવી એડિશનના પ્લેનરી સેશનના રિપોર્ટના લોન્ચિંગ વખતે હાજર રહેલા સેબી ચેરમેન યુકે સિન્હા, ભારત મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશનના સીઇઓ, એચ સિનોર અને સીઆઇઆઇ વેસ્ટર્ન રિજિયનના ચેરમેન આર મુકુંદન.

ગુઆહાટીમાં અમ્બુબાચી મેળો
ગુઆહાટીમાં અમ્બુબાચી મેળા બાદ ખુલ્લુ કરવામાં આવેલા કામખ્યા મંદિરએ એકઠાં થયેલા ભક્તો.












Click it and Unblock the Notifications
