ક્યાંક જીતનો હર્ષોલ્લાસ તો ક્યાંક માતમ, આજના ખાસ ન્યુઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
એક તરફ આજે ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો જ્વલંત વિજય થયા બાદ પક્ષના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓમાં હર્ષ અને ઉલ્લાષ જોવા મળ્યો હતો, તો બીજી તરફ નવી દિલ્હીમાં આંતરિક સુરક્ષાના સંદર્ભમાં યોજવામા આવેલી બેઠકમાં દેશભરના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

ગુજરાત અને મહારાષ્ટ્ર એક સાથે
નવી દિલ્હીમાં યોજવામાં આવેલી આંતરિક સુરક્ષા અંગેની બેઠક પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ સિંહ ચૌહાણે હળવી પળો માણી હતી.

સીએમ વીથ સીએમ
નવી દિલ્હીમાં આંતરિક સુરક્ષાના સંદર્ભમાં મળેલી બેઠક પૂર્વે હરિયાણાના મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હૂડા કર્ણાટકના મુખ્યમંત્રી કે સિદ્ધરામૈયાને મળ્યા હતા.

વિજયનો આનંદ
નવી દિલ્હીમાં પક્ષ પ્રમુખ સાથે મુલાકાત કર્યા બાદ પ્રમુખ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રીએ કંઇક આ અદામાં તસવીર ખેંચાવી હતી.

મુખ્યમંત્રીઓની મુલાકાત
નવી દિલ્હીમા આયોજિત આંતરિક સુરક્ષાની બેઠક પૂર્વે મુલાકાત કરી રહેલા હરિયાણાના મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હુડા અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર.

આંતરિક સુરક્ષાને લઇને બેઠક
નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રીઓ સાથેની આંતરિક સુરક્ષાને લઇને યોજાયેલી બેઠકમાં હાજરી આપવા આવેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે.

બિલીવ
બોલિવુડ અભિનેત્રી માધુરી દિક્ષીત અને જુહી ચાવલાએ બિલીવ કેમ્પિયનને મુંબઇમાં લોન્ચ કર્યું હતું.

ટેલીકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સાથે એમઓયુ
નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય આઇટી મંત્રી કપીલ સિબ્બલની હાજરીમાં આરઆઇસીઇટી અને રેઇલ ટેલ, ટેલીકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ વચ્ચે એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા.

શ્રીનગરમાં વિરોધ
શ્રીનગરમાં લોક ચૌકમાં પોતાની નોકરીને નિયમિત કરવાની માગ સાથે વિરોધ કરી રહેલી મહિલા કર્મચારીઓને અટકાવતી પોલીસ.

ઓસ્ટ્રેલિયન પીએમ સાથે મુલાકાત
ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ભારતના રક્ષામંત્રી એકે એન્ટોની સાથે ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી જુલિયા ગિલાર્ડે મુલાકાત કરી હતી.

પ્રદર્શનકારીઓ પર છોડાયા પાણીના ફુવારા
ચંદીગઢમાં પંજાબ સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા પાણીના ફુવારા છોડવામાં આવ્યા હતા.

વિજય બાદ પરિષદ
હોરવાહ લોકસભા પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

સપાના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી
હાન્ડિયા એસેમ્બલી પેટા ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારનો વિજય થયા બાદ સપાના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામા આવી હતી.

ઓલિમ્પિક મેડલિસ્ટ્સ સાથે સીએમ
ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન લંડન ઓલિમ્પિક મેડલિસ્ટ્સ ગગન નારંગ, યોગેશ્વર દત્ત, વિજય કુમાર અને સુશિલ કુમાર સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ.

જિયા ખાનને સુપુર્દ-એ-ખાક
મુંબઇમા જુહ ખાતે બોલિવુડ અભિનેત્રી જિયા ખાનને સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા. આ તકે તેમના પરિવારજનો શોકની લાગણી જોવા મળી હતી.

ભાજપના જીતની ઉજવણી
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપને જ્વલંત વિજય મળ્યા બાદ પક્ષના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

લેટિન અમેરિકન દેશોના એમ્બેસેડર સાથે બેઠક
નવી દિલ્હીમાં ગુજરાત ભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ લેટિન અમેરિકન દેશોના એમ્બેસેડર્સ સાથે બેઠક કરી હતી.

લોકસભા પેટા ચૂંટણીમાં વિજય
હોવરાહ ખાતેની લોકસભાની પેટા ચૂંટણીમાં વિજય થયા બાદ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર પ્રસુન બેનરજી.












Click it and Unblock the Notifications
