સેવ લાયન, ગુજરાતમાં વિરોધ, આજના હોટ ન્યુઝ
આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.
ભાજપ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકારની ઝાટકણી કરી હતી, તો બીજી તરફ દેશભરમાં આજનો દિવસ હોટ ડે તરીકે સાબિત થયો હતો. લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જ્યારે ગુજરાતમાં સિનિયર સિટિઝન્સ દ્વારા ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાના નિર્ણયના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

સિંહ બચાવવા વિરોધ
ગુજરાતમાંથી સિંહને મધ્યપ્રદેશનમાં શિફ્ટ કરવાના નિર્ણયના વિરોધમાં અમદાવાદ ખાતે સિનિયર સિટિઝન્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

પુસ્તક વિમોચન
અભિનેત્રી શર્મિલા ટાગોરે નવી દિલ્હીમાં ઇરોમ શર્મિલા પરના પુસ્તકનું વિમોચન કર્યું હતું.

સુબ્રમણ્યમ સ્વામી શ્રીનગરમાં
જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ સુબ્રમણ્યમ સ્વામી અને પાર્ટીના જનરલ સેક્રેટરી અરવિંદ ચતુર્વેદીએ શ્રીનગરમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.

એવરેસ્ટના શિખરે
નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ ચડાણની શરૂઆત કર્યા બાદ 15 વર્ષિય રાઘવ જુનેજાએ કંઇક આ અદામાં અન્ય પર્વતારોહીઓ સાથે તસવીર ખેંચાવી હતી.

આઇપીએલ ક્રેઝ
એક તરફ આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગે ચર્ચા જગાવી છે ત્યારે આ તમામ બાબતોથી દૂર ક્રિકેટ ચાહકોએ કોલકતા ખાતેની મેચની ટિકેટ મેળવવા માટે લાંબી કતાર લગાવી હતી.

હથિયારો સાથે ઝડપાયા
એનડીએફબીના બે સભ્યો હથિયારો સાથે ઝડપાયા બાદ ગોવાહાટી પોલીસ સ્ટેશને રજૂ કરવામાં આવ્યા હતા.

હોટ ડે, લોકો ત્રાહિમામ
પશ્ચિમ બંગાળના બિર્ભુમ જિલ્લાના બોલપુર ખાતે આજનો દિવસ હોટ ડે સાબિત થયો હતો અને તડકાથી બચવા માટે કોલેજ યુવતીઓએ પોતાની જાતને ઢાંકી દીધી હતી.

રાજા રામ મોહનરાયની જન્મજંયતિ
રાજા રામ મોહનરાયની 214મી જન્મજયંતિ નિમિતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમને ફૂલ અર્પિત કર્યા હતા.

ભારતના ગૃહમંત્રી સાથે યુએસ સેક્રેટરી
વોશિંગટનમાં બીજા યુએસ-ઇન્ડિયા હોમલેન્ડ સિક્યુરિટી ડાયલોગ ખાતે ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદે અને હોમલેન્ડ સિક્યુરિટીના યુએસ સેક્રેટરી જેનેટ નાપોલિતાનો વચ્ચે મુલાકાત થઇ હતી.

ભાજપની પત્રકાર પરિષદ
કેન્દ્ર સરકારે નવ વર્ષ પૂર્ણ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા સુષમા સ્વરાજ અને અરુણ જેટલી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

ઉઝબેકિસ્તાનમાં મુલાકાત
ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને ઓલી મજલિસના સેનેટ ચેરમેન સાથે મુલાકાત થઇ હતી.

ફિલ્મનું પ્રમોશન
મુંબઇમાં બોલિવુડ અભિનેતા રણબિર કપૂર અને દિપિકા પાદૂકોણે તેમની આગામી ફિલ્મ યે જવાહી હે દિવાનીનું પ્રમોશન કર્યું હતું.

જીનેવામાં ચર્ચા
જીનેવા ખાતે હેલ્થ સેક્ટર પર ચીન અને ભારત વચ્ચે ચર્ચા થઇ હતી, જે સંદર્ભે ભારતના સ્વાસ્થ્યમંત્રી ગુલામ નબી આઝાદ અને ચીનના સ્વાસ્થ્યમંત્રી લિ બિન વચ્ચે મુલાકાત થઇ હતી.

આઇસીએસઆઇ દ્વારા ચિદમબરમનું સન્માન
નવી દિલ્હીમાં ઇન્ડિયન ફાયનાન્સિયલ કોડના રાષ્ટ્રિય સેમિનારમાં આઇસીએસઆઇ પ્રેસિડેન્ટ એસ એન એન્થાસુબ્રમણ્યમ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમબરમનું સન્માન કર્યું હતું.

પરિષદ દરમિયાન ચર્ચા
ફ્રિપોર્ટ મેકમોરન કોપર અને ગોલ્ડ ઇન્કના સીઇઓ રિચાર્ડ એડ્કરશન અને ઇન્ડોનેશિયાના એનર્જી અને મિનરલ રિસોર્સ મંત્રી જેરો વાકિક વચ્ચે જકાર્તામાં એક પરિષદ દરમિયાન ચર્ચા થઇ હતી.

બંધારણ પર સહી
ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે દ્વાર ઝિમ્બાબ્વેના નવા બંધારણ પર સહી કરવામાં આવી હતી.

પૂર્વ સુપ્રિમ કોર્ટના જજની મુલાકાત
કોચી ખાતે કેરળના ગવર્નર નિખિલ કુમારે પૂર્વ સુપ્રિમ કોર્ટના જજ વી આર ક્રિષ્ના ઐયરની મુલાકાત લીધી હતી.

ગરમીમાં થોડીક ટાઢક
મહારાષ્ટ્રના કરાદ ખાતે ગરમીનો પારો વધતા એક યુવાને ક્રિષ્ના નદીમાં ઘોડાને સ્નાન કરાવ્યું હતું.

હોસ્પિટલમાંથી છૂટ્ટી
પાકિસ્તાનની તહરીક એ ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનને બુધવારે હોસ્પિટલમાંથી છૂટ્ટી આપવામાં આવી હતી. તેમને ચૂંટણી અભિયાન દરમિયાન એક દુર્ઘટનામાં ઘણી ઇજા પહોંચી હતી.

મોન્ટેકસિંહ આહુ વાલિયા અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે બેઠક
નવી દિલ્હીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્લાનિંગ કમિશનના ડેપ્યુટી ચેરમેન મોન્ટેક સિંહ આહુવાલિયા વચ્ચે 2013-14ના વાર્ષિક યોજના અંગે બેઠક મળી હતી.

ગાજીયાબાદમાં સાતની હત્યા
ગાજીયાબાદમાં એક જ પરિવારના સાત લોકોની હત્યા કરવામાં આવ્યા બાદ તેમના સંબંધીઓમાં શોકની લાગણી ફરી વળી હતી.

રોડ અકસ્માત
શિલિગુરીમાં એક માર્ગ અકસ્માત બાદ લોકો ગુસ્સે ભરાયા હતા અને તેમણે એક જીપને ઉંધી વાળી દીધી હતી.












Click it and Unblock the Notifications
