West Bengal election 2021, 6th phase: પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણી, આ જિલ્લાની 43 સીટો પર થશે વોટિંગ

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીમાં આજે ગુરુવાર(22 એપ્રિલ) છઠ્ઠા તબક્કા માટે વોટ આપવામાં આવશે.

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ વિધાનસભા ચૂંટણીમાં આજે ગુરુવાર(22 એપ્રિલ) છઠ્ઠા તબક્કા માટે વોટ આપવામાં આવશે. આ તબક્કામાં કુલ 43 વિધાનસભા સીટો પર મતદારો ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. આ તબક્કામાં ઉત્તર 24 પરગના જિલ્લાની 17 સીટ, નાદિયા અને ઉત્તર દિનાજપુરની નવ-નવ સીટ અને પૂર્વ બર્ધમાનની આઠ સીટો પર મતદાન થવાનુ છે. આ 43 સીટો પર 306 ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.

west bengal

પશ્ચિમ બંગાળ ચૂંટણી 2021ના છઠ્ઠા તબક્કાના મતદાન વિસ્તારની આખી યાદી, 4 જિલ્લાની 43 વિધાનસભા સીટો પર વોટિંગ

છઠ્ઠા તબક્કામાં 4 જિલ્લાઓની 43 વિધાનસભા સીટો પર વોટિંગ થવાનુ છે. તેમાં નોર્થ 24 પરગનાની 17, પૂર્વ બર્ધમાનની 8, નાદિયાની 9 અને ઉત્તર દિનાજપુરની બધી 9 સીટો પર વોટ આપવામાં આવશે. આ સીટ છે - ચોપડા, ઈસ્લામપુર, ગોલપોખર, ચાકુલિયા, કરન્દિધિ, હેમતાબાદ, કલિયાગંજ, રાયગંજ, ઈતાહાર, કરીમપુર, ટેહટ્ટા, પલાશીપારા, કાલીગંજ, નકાશાપારા, છપરા, કૃષ્ણાનગર ઉત્તર, નવદ્વીપ, કૃષ્ણનગર, બગડા, બગડા ઉત્તર, બંગાળ દક્ષિણ, ગાયઘાટા, સ્વરૂપનગર, બદુરિયા, હાબરા, અશોકનગર, અમડંગા, બીજપુર, નૈહાટી, ભતપારા, જગતદલ, નોઆપારા, બર્કપુર, ખરદાહા, દમ દમ ઉત્તર, ભતર, પૂર્વાસ્થલી દક્ષિણ, પૂરબસ્થલી ઉત્તર પ્રદેશ, કટવા, કેતુગ્રામ, મંગલકોટ, આસગ્રામ, ગલસી.

પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ઘણા પ્રમુખ ઉમેદવારો પર સૌની નજર હશે. જેમાં શામેલ છે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય, ટીએમસીના જ્યોતિષ મલ્લિક અને ચંદ્રિમા ભટ્ટાચાર્ય, માકપા નેતા તન્મય ભટ્ટાચાર્ય, ટીએમસી ઉમેદવાર ફિલ્મ નિર્દેશક રાજ ચક્રવર્તી અને અભિનેત્રી કૌસાની મુખર્જી.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં 294 સીટો માટે ચૂંટણી થઈ રહી છે. અહીં બહુમત માટે 148 સીટોની જરૂર છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ગઈ ચૂંટણી 2016માં સૌથી વધુ 211 સીટો, કોંગ્રેસે 44, લેફ્ટે 26 અને ભાજપે માત્ર 3 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસી, ભાજપ અને લેફ્ટ-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો માનવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X