બંગાળમાં 8માં તબક્કાનુ મતદાનઃ PM મોદીએ કહ્યુ - પ્રોટોકૉલનુ પાલન કરીને લોકતંત્રના પર્વમાં ભાગ લો

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોરોના વાયરસ પ્રોટોકૉલનુ પાલન કરીને લોકતંત્રના પર્વમાં ભાગ લો.

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે આજે ગુરુવારે(29 એપ્રિલ) આઠમાં અને અંતિમ તબક્કાની ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આજે 35 સીટો માટે વોટિંગ ચાલી રહ્યુ છે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોરોના વાયરસ પ્રોટોકૉલનુ પાલન કરીને લોકતંત્રના પર્વમાં ભાગ લો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચાલી રહેલ મતદાનમાં વોટ આપવાની અપીલ કરી છે પરંતુ સાથે એ પણ કહ્યુ છે કે કોવિડ પ્રોટોકૉલનુ પાલન કરવુ જરૂરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બાંગ્લા ભાષામાં વોટિંગ કરવાની અપીલ કરી છે.

pm modi

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ, 'પશ્ચિમ બંગાળમાં આજે 2021ના અંતિમ તબક્કાની ચૂંટણી છે. હું લોકોને કોવિડ-19 પ્રોટોકૉલનુ પાલન કરીને વોટ આપવાની અપીલ કરી રહ્યો છુ. હું લોકોને પોતાના વોટ આપવા અને લોકતંત્રના તહેવારને સમૃદ્ધ કરવાનુ આહ્વાન કરુ છુ.'

વળી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ, 'આજે બંગાળમાં આઠમાં તબક્કાની ચૂંટણી છે. હું આ તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે તે છેલ્લા 7 તબક્કાની ચૂંટણીની જેમ બંગાળમાં વિકાસ અને સુશાસન સુનિશ્ચિત કરવા માટે ખૂબ ઉત્સાહ સાથે વોટ આપે.'

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વિટ કરીને બંગાળના લોકોને વોટિંગની અપીલ કરી છે. જેપી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યુ છે, 'આજે પશ્ચિમ બંગાળમાં આઠમાં અને અંતિમ તબક્કાનુ મતદાન થઈ રહ્યુ છે. હું બધા મતદારોને અપીલ કરુ છુ કે કોવિડ-19ની સાવચેતીઓને ધ્યાનમાં રાખીને 'સોનાર બાંગ્લા' માટે વધુને વધુ સંખ્યામાં મતદાન કરે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X