For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમીન વિવાદમાં મહિલા ટીચરને રસ્સીથી બાંધીને ઘસેડી, ટીએમસી નેતા પર આરોપ

જમીન વિવાદમાં મહિલા ટીચરને રસ્સીથી બાંધીને ઘસેડી, ટીએમસી નેતા પર આરોપ

|
Google Oneindia Gujarati News

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના દક્ષિણી દિનાપુર જિલ્લાના ગંગરામપુરમાં એક મહિલા ટીચરને રસ્સીથી બાંધીને માર માર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે સ્થાનિક ટીએમસી નેતા અમલ સરકારે પોતાના સમર્થકો સાથે મળી પ્રાથમિક વિદ્યાલયની ટીચરને રસ્સીથી બાંધીને ઘસેડી અને ખરાબ રીતે તેની પિટાઈ કરી દીધી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

women beaten

આ ઘટનાનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં સ્મૃતિકોના દાસની કેટલાક લોકો પિટાઈ કરતા અને ઘસેડતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન એક શખ્સ મહિલા ટીચરના પગમાં રસ્સી બાંધે છે અને આ લોકો કાચા રસ્તા પર મહિલાને ઘસેડી રહ્યા છે. જ્યારે મહિલાની બહેન સોમા દાસ તેના લોકો પર ચીસો પાડી રહી છે પરંતુ ટીએમસી નેતાના સમર્થકોએ સોમાને પણ ઘસેડી અને તેની પિટાઈ કરી.

મહિલા ટીચરે 5 લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે અત્યાર સુધી કોઈપણ આરોપીની ધરપકડ થઈ નથી. બીજી તરફ આ મામલો સામે આવ્યા બાદ ટીએમસીની જિલ્લાધ્યક્ષ અર્પિતા ઘોષે અમલ સરકારને સસ્પેન્ડ કરી દીધો. બંને મહિલાઓએ ઘટના વિશે જણાવતા કહ્યું કે પંચાયતને રસ્તો બનાવવા માટે અમારી જમીનનો એક ભાગ જોઈતો હતો.

તેમણે જણાવ્યું કે તે લોકો ગામના હિતમાં 12 ફીટ પહોડા રસ્તા માટે જરૂરી જમીન આપવા માટે તૈયાર હતા. પરંતુ બાદમાં પંચાયત પ્રશાસને ઘર સામે 24 ફીટ પહોડો રસ્તો બનાવવાનો ફેસલો કર્યો અને જમીન પર કબ્જો જમાવી લીધો. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો ટીએમસી નેતા અમલ સરકાર અને તેના લોકોએ હુમલો કરી દીધો. બંને મહિલાઓને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે દાખળ કરવામાં આવી હતી.

ચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પારચીનમાં Coronavirusથી મરનારની સંખ્યા 350ને પાર

English summary
west bengal: woman teacher tied with rope and dragged on road, tmc leader led the group
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X